VIDEO: અમિત શાહ કુંભ પહોંચ્યાં, સંગમમાં સ્નાન દરમિયાન શાહ પર યોગી પાણી નાખતા જોવા મળ્યાં

ભાજપ અધ્યક્ષ અમિત શાહ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે આજે પ્રયાગરાજ પહોંચ્યા. પ્રયાગરાજ પહોંચતા જ અમિત શાહે સંત સમાજ સાથે ત્રિવેણી સંગમ તટના દર્શન કર્યાં.

VIDEO: અમિત શાહ કુંભ પહોંચ્યાં, સંગમમાં સ્નાન દરમિયાન શાહ પર યોગી પાણી નાખતા જોવા મળ્યાં

પ્રયાગરાજ: ભાજપ અધ્યક્ષ અમિત શાહ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે આજે પ્રયાગરાજ પહોંચ્યા. પ્રયાગરાજ પહોંચતા જ અમિત શાહે સંત સમાજ સાથે ત્રિવેણી સંગમ તટના દર્શન કર્યાં. આ દરમિયાન યોગી આદિત્યનાથ પણ હાજર હતાં. અમિત શાહે યોગી આદિત્યનાથ સાથે ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી. પહેલી ડૂબકી લીધા બાદ અમિત શાહ પર યોગી આદિત્યનાથ પાણી નાખતા જોવા મળ્યાં. 

એક સાથે અમિત શાહ અને યોગી આદિત્યનાથ કુંભ મેળામાં પહોંચતા સાધુ સંતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. 

— ANI UP (@ANINewsUP) February 13, 2019

સંતો સાથે કરશે મુલાકાત
ભાજપ તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ ત્રિવેણી સંગમમાં સ્થાન કર્યા બાદ અમિત શાહ પ્રયાગરાજના વિભિન્ન સ્થળો પવિત્ર સ્થળોની મુલાકાત લેશે અને સંતોને મળશે. શાહની યાત્રા એવા સમયમાં થઈ રહી છે કે જ્યારે વિભિન્ન હિન્દુત્વ સમૂહો સરકાર પાસે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે કાયદો બનાવવાની માગણી કરી રહ્યાં છે. 

ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ અનેકવાર કહ્યું છે કે પાર્ટી મંદિર નિર્માણ માટે પ્રતિબદ્ધ છે. રામ મંદિર બાબરી મસ્જિદની જમીનના માલિકી હકનો કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news