એશિઝ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 251 રને હરાવ્યું, લાયનની 6 વિકેટ

ઈંગ્લેન્ડે મેચ જીતવા માટે 398 રન બનાવવાના હતા, પરંતુ યજમાન ટીમ 52.3 ઓવરમાં 146 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

એશિઝ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 251 રને હરાવ્યું, લાયનની 6 વિકેટ

એજબેસ્ટનઃ ઓસ્ટ્રેલિયાએ એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચના પાંચમાં અને અંતિમ દિવસે યજમાન ઈંગ્લેન્ડને 251 રને પરાજય આપ્યો હતો. આ સાથે પાંચ મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે 398 રન બનાવવાના હતા, પરંતુ યજમાન ટીમ 52.3 ઓવરમાં 146 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી નઆથન લિયોને સર્વાધિક 6 વિકેટ અને પેટ કમિન્સે ચાર વિકેટ ઝડપી હતી. 

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 284 રન બનાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 374 રન કર્યા હતા. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઈનિંગ સાત વિકેટ પર 487 રન બનાવીને ડિકલેર કરી હતી. 

ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે સૌથી વધુ 37 રન બનાવ્યા હતા. આ સિવાય જેસન રોય અને કેપ્ટન જો રૂટે 28-28 રનનું યોગદાન આપ્યું હતું. બંન્ને ઈનિંગમાં સદી ફટકારનાર સ્ટીવ સ્મિથને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news