BCCIની લીલી ઝંડી, કપિલ દેવ અને આ બે દિગ્ગજ ટીમ ઈન્ડિયાના હેડ કોચની કરશે પસંદગી

કપિલ દેવ, ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી વાળી કમિટી હેડ કોચ નક્કી કરશે. વિનોદ રાયે કહ્યું કે, 'સીએસીનો નિર્ણય અંતિમ હશે અને તે પસંદ કરાયેલા ઉમેદવારોનું ઈન્ટરવ્યૂ કરશે.
 

BCCIની લીલી ઝંડી, કપિલ દેવ અને આ બે દિગ્ગજ ટીમ ઈન્ડિયાના હેડ કોચની કરશે પસંદગી

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને વર્ષ 1983મા વિશ્વ કપ વિજેતા બનાવનાર કેપ્ટન અને પૂર્વ મુખ્ય કોચ કપિલ દેવની આગેવાની વાળી ક્રિકેટ એડવાઇઝરી કમિટી (સીએસી) હવે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચની પસંદગી કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ સીએસીને સીનિયર ટીમના હેડ કોચની પસંદગી કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. 

કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી વાળી ક્રિકેટ એડવાઇઝરી કમિટી સામે હિતોના ટકરાવનો મામલો બનતો નતી. તેવામાં આ ત્રિમૂર્તી આ મહિના સુધી ટીમ ઈન્ડિયાના હેડ કોચની નિયુક્તિ કરશે. આ વિશે કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA)એ કહ્યું કે, અમે ડિક્લેરેશન લેટરની તપાસ કરી છે. આ બધા યોગ્ય છે. 

ટીમ ઈન્ડિયાના હાલના હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ, બેટિંગ કોચ સંજય બાંગર અને ફીલ્ડિંગ કોચ આર શ્રીધરને ઓગસ્ટ 3થી સપ્ટેમ્બર 3 સુધી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે 45 દિવસનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આ દરમિયાન તેને સીધા રેસમાં સામેલ કરવામાં આવશે. તો હજારો અરજીઓ પર ટૂંક સમયમાં વિચાર કરવામાં આવશે. 

કપિલ દેવ, ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી વાળી કમિટી હેડ કોચ નક્કી કરશે. વિનોદ રાયે કહ્યું કે, 'સીએસીનો નિર્ણય અંતિમ હશે અને તે પસંદ કરાયેલા ઉમેદવારોનું ઈન્ટરવ્યૂ કરશે, જે ઓગસ્ટના મધ્યમમાં થશે. હેડ કોચ અને બાકી સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ બે વર્ષનો હશે.'

ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના હેડ કોચ, બોલિંગ કોચ, બેટિંગ કોચ, ફીલ્ડિંગ કોચ, સ્ટ્રેન્થ એન્ડ કંડીશનિંગ કોચ, ફીઝિયો અને વહીવટી મેનેજરની પોસ્ટ પર ભરતી કાઢી હતી, જેની અંતિમ તારિખ 30 જુલાઈ હતી. આ દરમિયાન બીસીસીઆઈના હેડ કોચ માટે 2000થી વધુ અરજી મળી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news