World Cup 2019: સ્મિથ અને વોર્નરે અભ્યાસ મેચમાં કરવો પડ્યો વિરોધનો સામનો

ઓસ્ટ્રેલિયા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું હતું. જ્યારે ઓપનિંગ બેટ્સમેન વોર્નર કેપ્ટન ફિન્ચની સાથે બેટિંગ કરવા માટે ઉતર્યો તો કેટલાક દર્શકોએ તેનું હૂટીંગ કર્યું હતું.
 

World Cup 2019: સ્મિથ અને વોર્નરે અભ્યાસ મેચમાં કરવો પડ્યો વિરોધનો સામનો

સાઉથમ્પટનઃ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથની શનિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ આઈસીસી વિશ્વ કપ પ્રેક્ટિસ મેચમાં દર્શકોએ હૂટિંગ કરી હતી. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચ દરમિયાન બોલ ટેમ્પરિંગ પ્રકરણમાં એક વર્ષના પ્રતિબંધ બાદ વોર્નર અને સ્મિથે આ મહિનાની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. આ બંન્નનો પ્રતિબંધ 29 મેએ સમાપ્ત થયો હતો. 

ઓસ્ટ્રેલિયા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું હતું. જ્યારે ઓપનિંગ બેટ્સમેન વોર્નર કેપ્ટન ફિન્ચની સાથે બેટિંગ કરવા માટે ઉતર્યો તો કેટલાક દર્શકોએ તેનું હૂટીંગ કર્યું હતું. એક દર્શક તે કહેતો જોવા મળ્યો, વોર્નર, ઠગ ચાલ્યો જા. 

વોર્નર જ્યારે 43 રન પર આઉટ થયો ત્યારે પણ કેટલાક દર્શકો તેની વિરુદ્ધ બોલતા જોવા મળ્યા હતા. આ 17મી ઓવર હતી અને ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ પર 82 રન બનાવી લીધા હતા. સ્મિથ બેટિંગ કરવા માટે ઉતર્યો હતો. 

— Tom VVardle (@tomvvardle) May 25, 2019

બીસીસી અનુસાર સ્મિથ ક્રીઝ પર ઉતરવાની સાથે કેટલાક લોકો રાડુ પાડી રહ્યાં હતા, છેતરનાર, છેતરનાર, છેતરનાર. પરંતુ જ્યારે સ્મિથે પોતાની અડધી સદી પૂરી કરી તો હૂટીંગ પર તાળીઓની ગળગળાટ ભાગે પડી હતી, પરંતુ મજાકના શબ્દોને આરામથી સાંભળી શકાતા હતા. 

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે સાઉથમ્પટનમમાં મેચ રમાઇ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી હતી. તેણે સ્મિથની સદીની મદદથી 9 વિકેટ પર 297 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે 43 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ 31 અને શોન માર્શ તથા એલેક્સ કેરીએ 30-30 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી લિયામ પ્લંકેટે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી.

— Chris Stocks (@StocksC_cricket) May 25, 2019

ઓસ્ટ્રેલિયાએ આપેલા લક્ષ્યના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 49.3 ઓવરમાં 285 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news