VIDEO: સ્ટાર્કે જ્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ જ્યારે વિકેટ ઝડપી ત્યારે તેની પત્ની કરી રહી હતી આ કામ

સ્ટાર્કે માન્ચેસ્ટરમાં કુલ 4 વિકેટ ઝડપી. પ્રથમ ઈનિંગમાં તેને 3 તો બીજી ઈનિંગમાં એક વિકેટ મળી હતી. મેચ બાદ પત્નીને કારણે સ્ટાર્ક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. 
 

 VIDEO: સ્ટાર્કે જ્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ જ્યારે વિકેટ ઝડપી ત્યારે તેની પત્ની કરી રહી હતી આ કામ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે માન્ચેસ્ટરમાં રમાયેલી એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 185 રનથી જીત મેળવી સિરીઝમાં 2-1ની અજેય સરસાઇ મેળવી લીધી છે. આ જીતની સાથે ટીમે સતત બીજીવાર ટ્રોફી જાળવી રાખી છે. આમુકાબલામાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરે બીજી ઈનિંગમાં માત્ર એક વિકેટ ઝડપી તેમ છતાં પણ તે ચર્ચામાં છે. 

સ્ટાર્કે માન્ચેસ્ટર ટેસ્ટમાં કુલ ચાર વિકેટ હાસિલ કરી હતી. પ્રથમ ઈનિંગમાં તેણે ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે બીજી ઈનિંગમાં તેને માત્ર એક વિકેટ મળી હતી. આ એક વિકેટને હાસિલ કર્યાં બાદ પણ સ્ટાર્ક સોશિયલ મીડિયામાં છવાય ગયો હતો. હકીકતમાં જે સમયે તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ બોલિંગ કરી રહ્યો હતો તે સમયે તેની પત્ની એલિસા હીલી પણ એક મેચ રમી રહી હતી. 

ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની ઓપનર હીલી રવિવારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી વનડેમાં આક્રમક બેટિંગ કરી રહી હતી. જે સમયે સ્ટાર્કે વિકેટ ઝડપી સંયોગની વાત છે કે હીલીએ પણ તે સમયે બાઉન્ડ્રી ફટકારી હતી. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક વીડિયો રવિવારથી છવાયેલો છે જેમાં પતિ અને પત્ની ક્રિકેટના મેદાન પર એક સાથે ધમાલ મચાવી રહ્યાં હતા. 

આ વીડિયો પૂર્વ ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર લિજા સ્ટાલેકેરે શેર કર્યો છે. તેણે મેચ દરમિયાન આ વીડિયો બનાવ્યો જેમાં સ્ટાર્ક અને તેની પત્ની એક સાથે જોવા મળી રહી છે. સ્ટાર્ક જ્યાં વિકેટ હાસિલ કરતો જોવા મળી રહી છે તો તેની પત્ની ચોગ્ગો ફટકાર્યા બાદ સાથી ખેલાડી સાથે વાત કરતી જોવા મળી રહી છે. 

— Lisa Sthalekar (@sthalekar93) September 8, 2019

હીલીએ આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 43 બોલ પર 58 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં 308 રનનો વિશાળ સ્કોર કર્યો જેના જવાબમાં વિન્ડીઝની ટીમ માત્ર 157 રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાએ સતત બીજી વનડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝને પરાજય આપ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news