બાસ્કેટબોલઃ NBAના ફેન્સ માટે સારા સમાચાર, ભારમતાં પ્રથમવાર રમાશે તેની મેચ

અમેરિકાના નેશનલ બાસ્કેટબોલ એસોસિએશને ગુરૂવારે જાહેરાત કરી કે આ લીગની બે મેચ ભારતમાં રમાશે. 
 

 બાસ્કેટબોલઃ NBAના ફેન્સ માટે સારા સમાચાર, ભારમતાં પ્રથમવાર રમાશે તેની મેચ

મુંબઈઃ ઉત્તર અમેરિકાની પ્રોફેશનલ બાસ્કેટબોલ લીગ નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (NBA) ભારતમાં પ્રથમવાર એન્ટ્રી કરી રહ્યું છે, અને તેની ટીમો ઇંડિયાના પેસર્સ તથા સ્ક્રામેંટો કિંગ્સ વર્ષ 2019મા પોતાના નવા સત્રની શરૂઆત પૂર્વે બે મહત્વના મેચ મુંબઈમાં રમશે. 

પ્રતિષ્ઠિત અમેરિકી બાસ્કેટબોલ લીગ એનબીએનો ઈદારો ભારતમાં પોતાની લોકપ્રિયતાની સાથે આ રમતનો પ્રચારિત કરવાનો છે. આગામી વર્ષે એનએસસીઆઈ ડોમમાં ચાર અને પાંચ ઓક્ટોબરે એનબીએના બે મેચનું આયોજન કરવામાં આવશે. 

એનબીએના નાયબ કમિશનર માર્ક ટોટમ અને એનબીએ ભારતના મેનેજિંગ ડેરિક્ટરે અહીં ગુરૂવાર (20 ડિસેમ્બર)આ જાહેરાત કરી હતી. દર્શકો આ મેચની ટિકિટ ઓનલાઇન ખરીદી શકશે. આ મેચોનું દેશમાં સીધુ પ્રસારણ પણ કરવામાં આવશે તથા અન્ય 200 દેશોમાં આ મેચ ટીવી, સોશિયલ મીડિયા અને ડિજિટલ ટીવીના માધ્યમથી પહોંચશે. 

ભારતીય મૂળના વિકેટ રાનાડિવના સહ માલિકીવાળી એનબીએની ટીમ ધ કિંગ્સમાં મારવિન બાગ્લે, ડી આરોન ફોક્સ, બડી હિલ્ડ જેવા ખેલાડીઓ સામેલ છે. જ્યારે ધ પેસર્સમાં એનબીએના ઓલ સ્ટાર વિક્ટર ઓલાડિપો, માઇલ્સ ટર્ની અને ડોમાનટાસ સબોનિસ મુખ્ય છે. 

મહત્વનું છે કે, ક્રિકેટના દીવાના ભારત એનબીએની પસંદ રહ્યું છે. એસોસિએશન નવી દિલ્હીની પાસે એક એકેડમી ચલાવે છે. આ સાથે 2006થી અથ્યાર સુધી 35 નવા અને જૂના એનબીએ અને ડબલ્યૂએનબીએ પ્લેયરને પ્રવાસ માટે બોલાવી ચુકી છે. 

ભારતમાં દરેક સિઝનમાં 350થી વધુ લાઇવ એનબીએ ગેમ્સ દેખાડવામાં આવે છે, જેમાંથી 78 લાઇવ હિન્દી કોમેન્ટ્રીની સાથે પ્રસારિત થાય છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news