ચેમ્પિયન્સ લીગઃ રીયલ મેડ્રિડની મોટી જીત, રોનાલ્ડોના ગોલ છતાં હાર્યું યુવેન્ટ્સ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યુવેન્ટ્સ તરફથી ચેમ્પિયન્સ લીગમાં તેનો પ્રથમ ગોલ કર્યો, પરંતુ માનચેસ્ટર યુનાઇટેડે શાનદાર વાપસી કરીને જીત મેળવી હતી. 
 

ચેમ્પિયન્સ લીગઃ રીયલ મેડ્રિડની મોટી જીત, રોનાલ્ડોના ગોલ છતાં હાર્યું યુવેન્ટ્સ

લંડનઃ કરીમ બેંજામા પ્રથમ હાફમાં કરેલા બે ગોલની મદદથી રીયલ મેડ્રિડે ચેમ્પિયન્સ લીગ ફુટબોલ ટૂર્નામેન્ટમાં  વિક્યોરિયા પ્લઝેન પર 5-0થી જીત મેળવી હતી. પરંતુ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ગોલ છતાં યુવેન્ટ્સને માનચેસ્ટર  યુનાઇટેડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ચેક ગણરાજ્યના પ્લજેનમાં રમાયેલા ગ્રુપ જીના મેચમાં રીયલે  શરૂઆતથી દબદબો બનાવી રાખ્યો અને સ્થાનિક ટીમને કોઈ તક ન આપી. તેનાથી સૈંટિયાગો સોલારીની ટીમ  અંતિમ 16માં જગ્યા બનાવવાની નજીક પહોંચી ગઈ છે. 

રીયલ તરફથી કરીમ બેંઝામાએ 20મી અને 37મી મિનિટે ગોલ કર્યો હતો. આ સિવાય કાસેમીરો (23મી), ગેરેથ બેલ  (40મી) અને ટોની ક્રૂસ (67) ગોલ કરીને રીયલ મેડ્રિડની મોટી જીત પાક્કી કરી હતી. બીજીતરફ ઈટલીના તુરીનમાં  ગ્રુપ એચના મેચમાં રોનાલ્ડોએ યુવેન્ટ્સ તરફથી ચેમ્પિયન્સ લીગમાં પોતાનો પ્રથમ ગોલ કર્યો, પરંતુ માનચેસ્ટર  યુનાઇટેડે શાનદાર વાપસી કરતા જીત મેળવી હતી. 

રોનાલ્ડોએ 65મી મિનિટે શાનદાર ગોલ કરીને યુવેન્ટ્સને લીડ અપાવી, પરંતુ જુઆન માટાએ 86મી મિનિટમાં ફ્રીકિક  પર બરોબરીનો ગોલ ક્યો. જ્યારે લિયાનાર્ડો બોન્સીએ 89મી મિનિટમાં કરેલા આત્મઘાતી ગોલે યૂનાઇટેડની જીત  નક્કી કરી દીધી હતી. 

માનચેસ્ટરમાં રમાયેલા ગ્રુપ એફના મેચમાં માનચેસ્ટર સિટીના ગૈબ્રિયલ જીસસન હેટ્રિકની મદદથી શખતાર ડોનેસ્કને  6-0થી કરારો પરાજય આપ્યો હતો. તેના કારણે તે અંતિમ 16માં જગ્યા બનાવવાની નજીક પહોંચી ગયું છે. 

જીસસે 24મી અને 72મી મિનિટમાં પેનલ્ટી પર ગોલ કર્યો જ્યારે ત્યારબાદ તેણે બીજા હાફના ઇંજરી ટાઇમમાં  પોતાનો ત્રીજો ગોલ કર્યો હતો. તે સિવાય ડેવિડ વિલા (13મી), રહીમ સ્ટર્લિંગ (48મી) અને રિયાદ મેહરાજ (84મી)  મિનિટે ગોલ કર્યો હતો. 

ચેમ્પિયન્સ લીગમાં જ મ્યૂનિખમાં રમાયેલી મેચમાં બાયર્ન મ્યૂનિખે રાબર્ટ લેવાંડોવસ્કીના બે ગોલની મદદથી એઈકેને  2-0થી હરાવ્યું. લેવાંડોવસ્કીએ 31મી મિનિટમાં પેનલ્ટી અને 71મી મિનિટમાં મેદાની ગોલ કર્યો હતો. 

આ જીતની સાથે બાયર્ન ગ્રુપ ઈમાં દસ પોઈન્ટ લઈને ટોપ પર પહોંચી ગયું છે. સ્પેનના વેલેંસિયામાં રમાયેલી એક  મેચમાં બેનફિકાએ અજાક્સની સાથે 1-1થી ડ્રો રમ્યો, જેનાથી બાયર્નનું અંતિમ-16માં સ્થાન લગભગ નક્કી થઈ ગયું  છે. 

ગ્રુપ જીમાંથી રોમા પણ નોકઆઉટમાં સ્થાન મેળવવાની નજીક પહોંચી ગયું છે. તેણે માસ્કોના લુજનિકી સ્ટેડિયમમાં  દસ ખેલાડીઓની સાથે રમી રહેલી સીએસકેએ માસ્કો પર 2-1થી સંઘર્ષપૂર્ણ જીત મેળવી હતી. રોમા તરફથી કોસ્તાસ  મૈનોલાસ અને લારેંજો પેલગિરિનીએ જ્યારે માસ્કો માટે અર્નાર સિગોરસને ગોલ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news