ટીમ ઇન્ડીયાના આ યુવા ખેલાડીના મમ્મી-પપ્પાનો થયો અકસ્માત

અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ અને હવે આઇપીએલમાં પોતાની રમતથી લોકોનું ધ્યાન ખેંચનાર ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને ઇગ્લેંડ પ્રવાસ માટે ભારતીય વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પરિવારના લોકો આ વાતથી ખુશ હતા ત્યારે એક ખરાબ સમાચાર આવ્યા છે. શાર્દુલ ઠાકુરના માતા-પિતાને એક રોડ અકસ્માતમાં ઇજા પહોંચી છે. 

ટીમ ઇન્ડીયાના આ યુવા ખેલાડીના મમ્મી-પપ્પાનો થયો અકસ્માત

મહારાષ્ટ્ર (પાલઘર): અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ અને હવે આઇપીએલમાં પોતાની રમતથી લોકોનું ધ્યાન ખેંચનાર ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને ઇગ્લેંડ પ્રવાસ માટે ભારતીય વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પરિવારના લોકો આ વાતથી ખુશ હતા ત્યારે એક ખરાબ સમાચાર આવ્યા છે. શાર્દુલ ઠાકુરના માતા-પિતાને એક રોડ અકસ્માતમાં ઇજા પહોંચી છે. ન્યૂઝ એજન્સી એએનઆઇના અનુસાર શાર્દુલ ઠાકુરની માતા હંસા ઠાકુર અને પિતા નરેંદ્ર ઠાકુર મંગળવારે રાત્રે એક લગ્ન સમારોહમાં ભાગ લઇને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની બાઇક સ્લીપ ખાઇ જતાં બંનેને ઇજા પહોંચી છે. બંનેને મહારાષ્ટ્રના પાલઘરમાં એક લગ્ન સમારોહમાં ગયા હતા. બંનેને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

હાલ શાર્દુલ ઠાકુર આઇપીએલમાં મહેંદ્ર સિંહ ધોનીના નેતૃત્વવાળી ટીમ ચેન્નઇ સુપર કિંગ્સમાં રમે છે. ચેન્નઇ ફ્રેંચાઇઝીએ તેમને બે કરોડ 60 લાખ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. શાર્દુલે પોતાની સાત મેચોમાં આઠ વિકેટ લીધી છે અને ડેથ ઓવરમાં શાનદાર બોલીંગ કરી કેપ્ટનનું દિલ જીતી લીધું. 

— ANI (@ANI) May 9, 2018

નકલ બોલ વડે વિકેટ ઝડપે છે શાર્દુલ
શાર્દુલ ઠાકુર નકલ બોલ વડે વિકેટ લેવામાં ખૂબ માહેર ગણવામાં આવે છે. બેકઅપ ફાસ્ટ બોલર હોવાના પડકાર વિશે પૂછવામાં આવતાં શાર્દુલ ઠાકુરે કહ્યું હતું કે હું પહેલાં પણ આ વાત કહી ચૂક્યો છું કે મને પડકારનો સામનો કરવો ગમે છે. હું તેને પડકારની માફક લઉ છું. 

તેમણે કહ્યું હતું કે ટીમમાં જો બાકી સીનિયર બોલર નથી તો મને વધારાનો પ્રયત્ન કરવો પડે છે. હું પહેલાં પણ રણજી ટ્રોફીમાં મુંબઇ માટે ઝહીર ખાન, ધવલ કુલકર્ણી અને અજિત અગરકરના સ્થાને રમી ચૂક્યો છું. ભુવનેશ્વર સહિત ઘણા બોલરો નકલ બોલ (ધીમી બોલિંગનો એક પ્રકાર) નાખે છે જેની શરૂઆત ઝહીર ખાને કરી હતી, પરંતુ શાર્દુલ ઠાકુરે કહ્યું કે તેમને આ કલાને ખૂબ શીખી છે. તેમણે કહ્યું કે ઝહીરે તેની શરૂઆત કરી, પરંતુ મેં તેમના વધુ વીડિયો જોયા નથી. મને પહેલાંથી ખબર હતી કે બોલ પર કેવી પકડ હોય છે અને હું જાતે શીખ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news