અફઘાનિસ્તાનનો વિકાસ કરી રહ્યા હતા ભારતીય મજૂર, બંદૂકધારીઓએ કર્યું અપહરણ

4 ઝારખંડના મજૂરો ઉપરાંત અપહરણવાળી યાદીમાં એક મંટૂં સિંહ (બિહાર), રાજન કૌશિક મુરલીધરન અને એક અન્ય કેરલનો રહેવાસી હોવાનું કહેવામાં આવ્યું છે. જાણકારી અનુસાર મજૂરોના અપહરણની યાદી ઘરવાળાઓને 8 મેના રોજ મળી, ત્યારબાદથી બધા પરેશાન થઇ ગયા છે. 

અફઘાનિસ્તાનનો વિકાસ કરી રહ્યા હતા ભારતીય મજૂર, બંદૂકધારીઓએ કર્યું અપહરણ

ગિરિડીહ: ગત કેટલાક દિવસોમાં કુખ્યાત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના હાથે મૃત્યું પામેલા ભારતીય નાગરિકોના મૃતદેહને સ્વદેશ આવ્યાને થોડા દિવસો જ થયા છે કે અફઘાનિસ્તામાં ફરી એકવાર ભારતીય મજૂરોનું અપહરણ થયું હોવાના સમાચાર આવ્યા છે. રવિવારે (6 મે)ના રોજ જે 7 મજૂરોના અપહરણના સમાચાર આપ્યા છે, તેમાંથી ઝારખંડના રહેવાસી છે. ત્રણ મજૂર બગોદર (ગિરિહડ) અને એક મજૂર હજારીબાગ જિલ્લાના ટાટી ઝરિયાનો રહેવાસી છે. અપહરણ કરાયેલા મજૂરોને ઘાઘરા નિવાસી પ્રકાશ મહતો તથા પ્રસાદી મહતો, મહુરીના હુલાસ મહતો અને ટાટીઝરિયાના બેડમના કાલી મહતો છે.

બિહાર અને કેરલના મજૂરોનું પણ થયું અપહરણ
4 ઝારખંડના મજૂરો ઉપરાંત અપહરણવાળી યાદીમાં એક મંટૂં સિંહ (બિહાર), રાજન કૌશિક મુરલીધરન અને એક અન્ય કેરલનો રહેવાસી હોવાનું કહેવામાં આવ્યું છે. જાણકારી અનુસાર મજૂરોના અપહરણની યાદી ઘરવાળાઓને 8 મેના રોજ મળી, ત્યારબાદથી બધા પરેશાન થઇ ગયા છે. 

6 મેના રોજ થયું હતું અપહરણ
અફઘાનિસ્તાનના બઘલાન પ્રાંતમાં રવિવારે (6 મે)ના રોજ આ બધા મજૂરોનું અપહરણ કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીએ બાગ-એ-શામલ ગામમાંથી અપહરણ કર્યું હતું. બઘલાનના ગર્વનરે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. 

ખાનગી કંપનીમાં કામ કરતા હતા
અધિકારીઓએ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી છે કે બધા મજૂરો અફઘાનિસ્તાન સ્થિત ભારતીય કંપની આરપીજી ગ્રુપની કંપની કેઇસીના કર્મચારી છે. આ વિજળી સબ સ્ટેશમાં ટાવર લગાવવાનું કામ કરે છે. બધા મજૂર 4 પહેલાં કેઇસી કંપનીમાં કામ કરવા માટે અફઘાનિસ્તાન ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news