CWG 2018 : છઠ્ઠા દિવસે હિના સિદ્ધૂએ ગોલ્ડ મેડલ પર સાધ્યું નિશાન

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા 21 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. મંગળવારે ભારતની અનુભવી મહિલા નિશાનેબાજ હિના સિદ્ધૂએ ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. હિના સિદ્ધૂએ 21મા રાષ્ટ્રમંડળ રમતોમાં છઠ્ઠા દિવસે ભારતને 11મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. 

CWG 2018 : છઠ્ઠા દિવસે હિના સિદ્ધૂએ ગોલ્ડ મેડલ પર સાધ્યું નિશાન

ગોલ્ડ કોસ્ટ: ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા 21 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. મંગળવારે ભારતની અનુભવી મહિલા નિશાનેબાજ હિના સિદ્ધૂએ ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. હિના સિદ્ધૂએ 21મા રાષ્ટ્રમંડળ રમતોમાં છઠ્ઠા દિવસે ભારતને 11મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. કાર્ડિયાક સર્જન હીનાએ મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરતાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. 

હિનાએ આ સ્પર્ધામાં રાષ્ટ્રમંડલ રમતોનો રેકોર્ડ જાળવી રાખતાં 38 પોઇન્ટ પ્રાપ્ત કર્યા અને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો. આ સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાની એલીના ગૈલિયાવોવિકને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો, તો બીજી તરફ મલેશિયાની આલિયા સજાના અઝાહારીને કાંસ્ય પદક મળ્યો. તો બીજી તરફ અનુ સિંહ પદક જીતવામાં નિષ્ફળ રહી.

આ પહેલાં મંગળવારે અનુ સિંહ અને હિના સિંદ્ધૂએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરતાં રમતોના છઠ્ઠા દિવસે મહિલાઓની 25 મીટર પિસ્ટલ સ્પર્ધાની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. અનુએ ક્વોલિફિકેશનમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું તો બીજી તરફ હિનાએ ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું. ક્વોલિફિકેશનમાં કુલ 14 નિશાનેબાજ ભાગ લઇ રહ્યા હતા જેમાંથી ટોચના 8 ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું. 

A superb display of concentration by our women!
Heena Sidhu just won a gold medal for the nation! #WomenPower #Shooting #IndiaAtCWG #CWG2018 #SAI pic.twitter.com/6mo73qUXSr

— SAIMedia (@Media_SAI) April 10, 2018

બંને ભારતીય ખેલાડીઓએ ક્વોલિફિકેશનમાં ક્રમશ: બીજું અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કરતાં ફાઇનલમાં પ્રવેશ કર્યો. અનુએ કુલ 584 અને હિનાએ કુલ 579ના સ્કોર સાથે ક્વોલિફાઇ કર્યું. અનુએ પ્રીસિશન રાઉન્ડમાં 293નો સ્કોર કર્યો. તો બીજી તરફ હિનાએ 286નો સ્કોર કર્યો છે. અનુએ ત્રણ રાઉન્ડમાં ક્રમશ: 96:99 અને 98નો સ્કોર કર્યો. તો બીજી તરફ હિનાએ 95, 93, 98નો સ્કોઅર કર્યો.

ત્યારબ ક્વોલિફિકેશન રેપિડ રાઉન્ડમાં અનુએ 291 અને હીનાએ 293નો સ્કોર કર્યો. રેપિડના ત્રણ રાઉન્ડમાં અનુએ 98, 96, 97 નો સ્કોર કર્યો તો બ ઈજી તરફ હીનાએ  95, 99, 99 સ્કોર કર્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news