Asia Cup 2023: શ્રીલંકાના આ 20 વર્ષીય સ્પિનરે એકલા હાથે અડધી ભારતીય ટીમને પેવેલિયનમાં મોકલી દીધી

Dunith Wellalage 5 Wickets: શ્રીલંકાના 20 વર્ષીય ઘાતક લેફ્ટ આર્મ સ્પિનર ​​Dunith Wellalage એ મંગળવારે ટીમ ઈન્ડિયા સામે એશિયા કપ 2023 ની સુપર-4 મેચમાં તેની ઘાતક બોલિંગથી કહેર મચાવી દીધો છે. ટીમ ઈન્ડિયા તરફથી દુનિત વેલાલ્ગેએ એકલા હાથે 5 વિકેટ ઝડપી હતી.

Asia Cup 2023: શ્રીલંકાના આ 20 વર્ષીય સ્પિનરે એકલા હાથે અડધી ભારતીય ટીમને પેવેલિયનમાં મોકલી દીધી

કોલંબોઃ Dunith Wellalage News: શ્રીલંકાના 20 વર્ષીય ઘાતક લેફ્ટ આર્મ સ્પિનર ​​Dunith Wellalage એ મંગળવારે ટીમ ઈન્ડિયા સામે એશિયા કપ 2023 ની સુપર-4 મેચમાં ઘાતક બોલિંગ કરી હતી. ટીમ ઈન્ડિયા તરફથી દુનિત વેલાલ્ગેએ એકલા હાથે 5 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાના 20 વર્ષીય ઘાતક લેફ્ટ આર્મ સ્પિનર ​​Dunith Wellalage આર પ્રેમદાસા સ્ટેડિયમની પિચ પર શુભમન ગિલ (19), વિરાટ કોહલી (3), રોહિત શર્મા (53), કેએલ રાહુલ (39) અને હાર્દિક પંડ્યા (5)ને આઉટ કર્યા હતા. જેમને તેને કોલંબોમાં પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

શ્રીલંકાનો આ 20 વર્ષનો સ્પિનર ​​ઘણો ખતરનાક 
શ્રીલંકાના 20 વર્ષીય ઘાતક લેફ્ટ આર્મ સ્પિનર ​​Dunith Wellalage  14 જૂન 2022ના રોજ ઓસ્ટ્રેલિયા સામે પલ્લેકેલેમાં તેની ODI આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. Dunith Wellalage  શ્રીલંકા માટે અત્યાર સુધી 13 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં 18 વિકેટ ઝડપી છે. Dunith Wellalageનો જન્મ 9 જાન્યુઆરી 2003ના રોજ કોલંબોમાં થયો હતો. આ બોલરે શ્રીલંકા માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં કુલ 126 વિકેટ લીધી છે. 2022 અંડર-19 વર્લ્ડ કપમાં, Dunith Wellalage એ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 17 વિકેટ લીધી હતી.

— ICC (@ICC) September 12, 2023

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news