માયાભાઈ આહિર અને કિર્તિદાન ગઢવી ભરાયા! હિંદુ દેવી-દેવતાનો મામલો પોલીસમાં પહોંચ્યો

ગુજરાતના જાણીતા લોકકલાકાર માયાભાઈ આહિર અને લોકગાયક કિર્તિદાન ગઢવી સામે દેવી દેવતાઓના અપમાનને લઈને ફરિયાદ આપવામાં આવી છે. જેમાં માયાભાઈ આહિરે ભગવાન શિવ અને દ્વારકાધીશનું અપમાન કર્યું અને કીર્તિદાન ગઢવી જાહેરમાં હસી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.

માયાભાઈ આહિર અને કિર્તિદાન ગઢવી ભરાયા! હિંદુ દેવી-દેવતાનો મામલો પોલીસમાં પહોંચ્યો

ઝી બ્યુરો/અમદાવાદ: સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ હજું થાળે પડ્યો નથી, ત્યાં બીજો વિવાદ ઉભો થયો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના જાણીતા લોકકલાકાર માયાભાઈ આહિર અને લોકગાયક કિર્તિદાન ગઢવી સામે અમદાવાદમાં રહેતા અશોક વાઘેલાએ દેવી દેવતાઓના અપમાનને લઈને પોલીસમાં અરજી કરવામાં આવી છે. આ બન્ને લોકકલાકાર વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે. જેમાં માયાભાઈ આહિરે ભગવાન શિવ અને દ્વારકાધીશનું અપમાન કર્યું અને કીર્તિદાન ગઢવી જાહેરમાં હસી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.

ગુજરાતના જાણીતા લોકકલાકાર માયાભાઈ આહિર અને લોકગાયક કિર્તિદાન ગઢવી સામે દેવી દેવતાઓના અપમાનને લઈને અરજી થતાં ફરી એક નવો વિવાદ ઉભો થાય તો નવાઈ નહીં. અશોક વાઘેલાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે મોબાઈલમાં ફેસબુક પર અપના અડ્ડા નામના ગ્રુપમાં રિલ્સ જોતાં જોતા તેમાં લોકકલાકાર માયાભાઈ આહીર દ્વારા હિન્દુ ધર્મના દેવીદેવતાઓનું હળહળતું અપમાન જોવા મળ્યું હતું.

માયાભાઈ આહીર મંચ પરથી ભગવાન શિવ વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી જાહેરમાં જોક્સ સંભળાવતા હતા, ત્યારે બાજુમાં બેઠેલા ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પોતે પણ જાહેરમાં ખડખડાટ હસી રહ્યા છે અને માયાભાઈ આહીર દ્વારા જાહેર સ્ટેજ ઉપર ભગવાન શિવનું હળહળતું અપમાન કરાતા ધાર્મિક લાગણીઓ દુભાઈ છે.

અશોક વાઘેલાએ આ બંને કલાકારો સામે ધાર્મિક લાગણીઓ દુભાવવાની કલમો હેઠળ અરજી કરી છે. હવે જોવાનું એ છે કે પોલીસ આ અરજીને લઈને ફરિયાદ નોંધે છે કે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news