બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલની બાયોપિકનો પ્રથમ લૂક આવ્યો સામે

શ્રદ્ધાકપૂરે તેના ટ્વિટર હેન્ડલ પર આ ફિલ્મનો પોતાનો પ્રથમ લૂક બહાર પાડ્યો છે, હાલ શ્રદ્ધા કપૂર ફિલ્મનું શૂટિંગ કરી રહી છે

બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલની બાયોપિકનો પ્રથમ લૂક આવ્યો સામે

નવી દિલ્હીઃ ભારતની બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલની બાયોપિક પર કામ શરૂ થઈ ચૂક્યું છે. તાજેતરમાં જ આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં શરૂ થયું છે. આ બાયોપિકમાં મુંબઈના મડ આઈલેન્ડમાં સાઈનાનું પાત્ર ભજવી રહેલી શ્રદ્ધા કપૂરે પોતાનો પ્રથમ શોટ આપ્યો હતો. આ શોટ એટલા માટે પણ ખાસ હતો, કેમ કે આ પ્રસંગે સાઈના નેહવાલના માતા-પિતા પણ હાજર રહ્યા હતા. 

(ફિલ્મના મૂહૂર્ત શોટના સમયે નિર્દેશક અમોલ ગુપ્તે સાથે શ્રદ્ધા કપૂર.)

હવે શ્રદ્ધાએ આ ફિલ્મનો પોતાનો પ્રથમ લૂક જાહેર કર્યો છે. સાઈના નેહવાલની બાયોપિકનું નિર્દેશન અમોલ ગુપ્તે કરી રહ્યા છે. ફિલ્મના નિર્માતા ટી-સીરીઝના ભૂષણ કુમાર છે. શ્રદ્ધા કપૂરે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ ફિલ્મનો પહેલો અને પોતાનો લૂક જાહેર કર્યો છે. 

આ ફોટામાં શ્રદ્ધા કપૂર હાથમાં બેડમિન્ટન રેકેડ કપડીને કોર્ટમાં ઊભી છે અને એક્શન કરી રહી છે. શ્રદ્ધાનો લૂક બિલકૂલ સાઈના જેવો જ દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધા કપૂર છેલ્લા ઘણા સમયથી બેડમિન્ટનનાં નિયમો શીખી રહી છે. 

(સાઈનાના માતા-પિતા સાથે શ્રદ્ધા કપૂર.) 

ફિલ્મ શરૂ થવામાં મોડું થવા અંગે તેણે જણાવ્યું કે, જ્યારે કોઈની બાયોપિક બનતી હોય ત્યારે તેના જેવો જ લૂક અને હાવ-ભાવ લાવવા માટે સમય લેવો પડે છે. આ માટે શ્રદ્ધા કપૂર છેલ્લા ઘણા સમયથી ટ્રેનિંગ લઈ રહી છે, સાથે જ તે સાઈનાના માતા-પિતા, સાઈના નેહવાલ અને કોચને પણ મળી છે અને તેમની પાસેથી ઘણી બધી ટિપ્સ મેળવી છે. 

હવે, તાજેતરમાં જ મીડિયામાં સાઈના નેહવાલના લગ્નની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મીડિયા અહેવાલ મુજબ સાઈના નેહવાલ 16 ડિસેમ્બરના રોજ બેડમિન્ટન ખેલાડી પારૂપલ્લી કશ્યપ સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ બંને બેડમિન્ટન સ્ટાર છેલ્લા 10 વર્ષથી રિલેશનશિપમાં છે. તેમનાં લગ્ન અત્યંત અંગત સમારોહમાં યોજાશે, જેમાં માત્ર પરિજનો જ સામેલ હશે. લગ્નનું રિસેપ્શન 21 ડિસેમ્બરના રોજ રાખવામાં આવ્યું છે. 

Saina Nehwal, Parupalli Kashyap

28 વર્ષની બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલનું અત્યારે વર્લ્ડ રેન્કિંગ 10 છે, જ્યારે 32 વર્ષનો પી. કશ્યપ વિશ્વમાં 57મું રેન્કિંગ ધરાવે છે. સાઈનાની બાયોપિકમાં સાઈના અને પારૂપલ્લી કશ્યપની લવસ્ટોરી હશે કે નહીં, તેનો હજુ સુધી ખુલાસો કરાયો નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news