IND vs AUS: જ્યારે ઓસ્ટ્રેલિયામાં આટલા મોટા વિવાદ બાદ પણ સિરીઝ હારી ગયું હતું ભારત

1977-78માં બિશન સિંહ બેદીની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયા ગયેલી ભારતીય ટીમ માટે પાંચ ટેસ્ટ મેચની આ સિરીઝ જીતવાની સોનેરી તક હતી. 

 IND vs AUS: જ્યારે ઓસ્ટ્રેલિયામાં આટલા મોટા વિવાદ બાદ પણ સિરીઝ હારી ગયું હતું ભારત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો ત્રીજો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ 1977-1978મા થયો હતો. આ ત્રણ દાયકામાં  તેનો ત્રીજો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ હતો. ઓસ્ટ્રેલિયાના પહેલા બે પ્રવાસમાં આપણે નવમાંથી આઠ ટેસ્ટ હારી ગયા  હતા, જ્યારે એક ટેસ્ટ વરસાદને કારણે ડ્રો રહી હતી. તેમ છતાં 1977-78માં બિશન સિંહ બેદીની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયા ગયેલી ભારતીય ટીમ માટે પાંચ ટેસ્ટ મેચની આ સિરીઝ જીતવાની સોનેરી તક હતી. 

તેનું કારણ કૈરી પૈકરનું વિશ્વ સિરીઝ ક્રિકેટના અસ્તિત્વમાં આવવાનું હતું. પૈકરે ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના ઘણા  દિગ્ગજ ખેલાડીઓને સારી રકમની લાલચ આપીને પોતાની સાથે લઈ લીધા હતા. તેમાં ઇયાન અને ગ્રેગ ચેપલ  સિવાય ડેનિસ લિલી, રોડ માર્શ, ગૈરી ગિલમોર, ડગ વોલ્ટર, એલન ટર્નર અને કૈરી ઓ કીફ જેવા ઘણા અનુભવી  ઓસ્ટ્રેલિયન ખેલાડી સામેલ હતા. 

નિવૃત થઈ ચુલેલા ખેલાડીને બનાવ્યો કેપ્ટન
દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાની લગભગ બિનઅનુભવી ટીમ સિરીઝમાં રમી, જેની કમાન બોબ  સિંપસનને સોંપવામાં આવી હતી. સિંપસન ભારત વિરુદ્ધ 10 વર્ષ પહેલા રમાયેલી સિરીઝ બાદ સંન્યાસ લઈ  ચુક્યા હતા અને તેવામાં તે ઓસ્ટ્રેલિયન બોર્ડના આગ્રહ પર એક દાયકા બાદ ફરી મેદાન પર પરત ફર્યા હતા. 

તેમ છતાં ઓસ્ટ્રેલિયાની ટીમે આ સિરીઝને 3-2થી પોતાના નામે કરી હતી. ભારત માટે આ રાહતની વાત રહી કે  તેણે આ પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાની ધરતી પર પોતાની પ્રથમ ટેસ્ટ જીત હાસિલ કરવાની સાથે બે મેચ જીતી હતી. 

સિરીઝ જીતવાની તક
નસીબે થોડો સાથ આપ્યો હોત તો આ સિરીઝનું પરિણામ ભારતના પક્ષમાં રહી શકતું હતું, કારણ કે, ઓસ્ટ્રેલિયાએ  શરૂઆતી બે ટેસ્ટ તો સામાન્ય અંતરથી જીતી હતી. ઓસ્ટ્રેલિયાએ બ્રિસબેનમાં પ્રથમ ટેસ્ટ 16 રનથી અને પર્થમાં  બીજી ટેસ્ટ બે વિકેટથી જીતી હતી. મેલબોર્નની ત્રીજી ટેસ્ટ ભારતે 222 રનથી પોતાના નામે કરી હતી. 

સિડનીમાં ચોથી ટેસ્ટ ભારતે ઈનિંગ અને બે રનથી જીતી હતી. શરૂઆતી ચાર ટેસ્ટ બાદ સિરીઝ 2-2ની બરોબરી  પર હતી. એડિલેડમાં રમાયેલી પાંચમી ટેસ્ટ ભારતીય ટીમ 493 રનના વિશાળ લક્ષ્યની સાથે માત્ર 47 રનથી  ગુમાવી અને તેનું સિરીઝ જીતવાનું સપનું તૂટી ગયું હતું. 

બંન્ને કેપ્ટનોનો જલવો
ઓસ્ટ્રેલિયન કેપ્ટન સિંપસને આ પ્રવાસમાં યાદગાર વાપસી કરી હતી. આ શ્રેણીમાં તેણે 53.90ની એવરેજથી 593  રન બનાવ્યા અને તે બંન્ને ટીમો તરફથી સર્વાધિક રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. તો ભારતીય કેપ્ટન  બેદીએ બંન્ને ટીમો તરફથી સૌથી વધુ 31 વિકેટ ઝડપી હતી. રસપ્રદ બાબત તે છે કે, આ સિરીઝ બેટ્સમેન તરીકે  સિંપસન અને બોલર તરીકે બેદીના કરિયરની સર્વશ્રેષ્ઠ સિરીઝ સાબિત થઈ હતી. 

આ સિરીઝમાં કુલ સાત બેટ્સમેનોએ 300થી વધુ રન બનાવ્યા હતા. ભારત માટે સૌથી વધુ રન ગુંડપ્પા  વિશ્વનાથ (473)એ બનાવ્યા, જ્યારે સુનીલ ગાવસ્કર (450) અને મોહિંદર અમરનાથ (445) રન બનાવ્યા હતા.  આ સિવાય દિલીપ વેંગસરકર (320) અને સૈયદ કિરમાની (305)એ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા  માટે સિંપસન સિવાય પીટર ટૂહે (409) જ 300થી વધુ રન બનાવી શક્યા હતા. 

બોલિંગમાં બેદી સિવાય ભાગવત ચંદ્રશેખર (28)એ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી વાયને  ક્લાર્ક (28)એ સૌથી વધુ વિકેટ લીધી, જ્યારે જૈફ થોમસને 22 વિકેટ ઝડપી હતી. 

ગાવસ્કરની સદીની હેટ્રિક
આ ગાવસ્કરનો પ્રથમ ઓસ્ટ્રેલિયન પ્રવાસ હતો અને તે આ સિરીઝમાં ત્રણ સદી ફટકારનાર એતમાત્ર બેટ્સમેન  હતો. તેણે ત્રણ સદી શરઆતી ત્રણ ટેસ્ટમાં ફટકારી હતી. સંયોગથી આ ત્રણેય સદી બીજી ઈનિંગમાં બની હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news