લિયોનેલ મેસીની વધુ એક સિદ્ધી- છઠ્ઠીવાર ગોલ્ડન શૂ એવોર્ડ જીત્યો

સ્પેનિશ ક્લબ એફસી બાર્સિલોનાના મહાન ખેલાડી લિયોનેલ મેસીએ 2018-19 સિઝનનો યૂરોપીયન ગોલ્ડન શૂ એવોર્ડ જીતી લીધો છે. 

લિયોનેલ મેસીની વધુ એક સિદ્ધી- છઠ્ઠીવાર ગોલ્ડન શૂ એવોર્ડ જીત્યો

બાર્સિલોનાઃ સ્પેનિશ ક્લબ એફસી બાર્સિલોનાના મહાન ખેલાડી લિયોનેલ મેસીએ 2018-2019 સિઝનનો યૂરોપીયન ગોલ્ડન શૂ એવોર્ડ જીતી લીધો છે. આર્જેન્ટીનાની રાષ્ટ્રીય ટીમના કેપ્ટન મેસીએ પોતાના કરિયરમાં છઠ્ઠીવાર આ એવોર્ડ જીત્યો છે. પાછલી સિઝનમાં મેસીએ સ્પેનિશ લીગ (લા-લિગા)મા 34 મેચોમાં કુલ 36 ગોલ કર્યા હતા અને બાર્સિલોનાને ટાઇટલ સુધી પહોંચાડ્યું હતું. તેણે સતત ત્રીજા વર્ષે આ એવોર્ડ જીત્યો છે. 

32 વર્ષના મેસીએ બુધવારે બાર્સિલોનાના એન્ટિગા ફેબરિકા ઈસ્ટ્રેલા ડેમમાં યોજાયેલા એક સમારોહમાં પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ તકે મેસીનો પરિવાર પણ તેની સાથે હાજર હતો અને તેના પુત્રએ તેને ટ્રોફી આપી હતી. 

Best goalscorer.
Best free kick taker.
Best playmaker.....

Just the best. 🥇🥇🥇🥇🥇🥇 pic.twitter.com/NCyMPdA28r

— JAKE BUCKLEY 🇦🇺 (@TheMasterBucks) October 16, 2019

મેસીએ કહ્યું, 'મારા સાથિઓ વગર હું આટલા ગોલ ન કરી શકત, આ ટ્રોફી બધા માટે છે. આ ટીમ શાનદાર હોવાનો પૂરાવો છે.'

What a beautiful moment 😌

Congratulations Leo 👏

— OTRO (@OTRO) October 16, 2019

તેણે સૌથી પહેલા 2009-10 સિઝનમાં ગોલ્ડન શૂ ખિતાબ જીત્યો હતો. તેણે સિઝનમાં કુલ 34 ગોલ કર્યા હતા. ત્યારબાદ મેસીએ 2011-12 (50 ગોલ), 2012-13 (46 ગોલ), 2016-17 (37 ગોલ), 2017-18 (34 ગોલ), 2018-19 (36 ગોલ)મા આ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. મેસીની પાસે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કરતા બે ગોલ્ડન શૂ વધુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news