VIDEO : પોર્ટ એલિઝાબેથમાં થયું આવું સ્વાગત, નાચવા લાગ્યો હાર્દિક પંડ્યા

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પાંચમી વનડે માટે ભારતીય ટીમ પોર્ટ એલિઝાબેથ પહોંચી ગઈ છે. શ્રેણીમાં ભારતીય ટીમ 3-1થી આગળ છે. 

 VIDEO : પોર્ટ એલિઝાબેથમાં થયું આવું સ્વાગત, નાચવા લાગ્યો હાર્દિક પંડ્યા

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધન 6 મેચોની શ્રેણીના પાંચમાં મેચ માટે ટીમ ઈન્ડિયા પોર્ટ એલિઝાબેથ પહોંચી ગઈ છે. પ્રથમ ત્રણ મેચમાં વિજય મેળવ્યા બાદ ચોથી વનડેમાં ભારતીય ટીમ 5 વિકેટે હારી હતી. અહીં ટીમ જીતશે તો શ્રેણી પણ પોતાના નામે કરી લેશે, પરંતુ પોર્ટ એલિઝાબેથમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ ખરાબ છે. અહીં છેલ્લા 26 વર્ષથી રમાયેલી મેચમાં ભારતીય ટીમનો તમામમાં પરાજય થયો છે. 

આંકડાઓને ભૂલીને ટીમ પોર્ટ એલિઝાબેથમાં રમવા માટે પહોંચી ગઈ છે. અહીં પરંપરાગત રીતે ટીમ ઈન્ડિયાનું સ્વાગત કરવામાં આવ્યું, જ્યારે ટીમ પહોંચી ત્યારે આફ્રિકાની પરંપરા મુજબ ઢોલ-નગારા વગાડીને ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સંગીતમય સ્વાગતથી હાર્દિક પંડ્યા એટલો ખૂશ થયો કે ખુગને નાચતા રોકી શક્યો ન હતો. ટીમનો સ્પિનર ચહલતો સ્વાગતથી એટલો ખૂશ થયો કે પોતાના હસ્તા રોકી શક્યો ન હતો. 

 

— BCCI (@BCCI) February 11, 2018

 

મંગળવારે ટીમ ઈન્ડિયા અને આફ્રિકા વચ્ચે પોર્ટ એલિઝાબેથના મેદાન પર પાંચમીન વનડે રમાશે. આ પહેલા ચોથી વનડેમાં પરાજય બાદ કેપ્ટન કોહલીએ કહ્યું કે આફ્રિકાની ટીમને વરસાદનો ફાયદો થયો છે. નાનો ટાર્ગેટ મળ્યો તે આફ્રિકાના પક્ષમાં રહ્યો હતો. આવતીકાલે ભારતીય ટીમ શ્રેણી કબજે કરવાના ઉદારા સાથે મેદાનમાં ઉતરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news