'કપને જલ્દીથી ઘરે લાવો, હવે ઈતિહાસ બનાવામાં ફક્ત એક પગલું દુર...', હાર્દિકનું ફાઈનલ પહેલાં મોટું નિવેદન

હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી જે કંઈ કર્યું તેમાં ખુબ મહેનત કરી છે. હવે ઈતિહાસ બનાવવામાં ફક્ત એક પગલુ દુર છીએ. વર્લ્ડ કપ જીતવો ફક્ત આપણા એકલાનું સપનું નથી લાખો લોકોનું સપનું છે. કપને જલ્દીથી ઘરે લાવો...

 'કપને જલ્દીથી ઘરે લાવો, હવે ઈતિહાસ બનાવામાં ફક્ત એક પગલું દુર...', હાર્દિકનું ફાઈનલ પહેલાં મોટું નિવેદન

ઝી બ્યુરો/અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટનો સૌથી મોટો મુકાબલો રમાવા જઈ રહ્યો છે. આ મુકાબલો છે ક્રિકેટના વિશ્વ વિજેતાનો ખિતાબ જીતવા માટે. જેના માટે મેદાનમાં છે ભારત અને ઓસ્ટ્રોલિયા. આ મુકાબલા માટે ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. દેશ-વિદેશથી ચાહકો અમદાવાદ પહોંચી રહ્યા છે. ત્યારે હાર્દિક પંડ્યાનું ફાઈનલ મેચ પહેલાં એક મોટું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી જે કંઈ કર્યું તેમાં ખુબ મહેનત કરી છે. હવે ઈતિહાસ બનાવવામાં ફક્ત એક પગલુ દુર છીએ. વર્લ્ડ કપ જીતવો ફક્ત આપણા એકલાનું સપનું નથી લાખો લોકોનું સપનું છે. કપને જલ્દીથી ઘરે લાવો...

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ લીગ મેચ દરમિયાન જમણા પગની ઘૂંટીમાં થયેલી ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 અને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ODI અને T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે બેંગલુરુમાં NCAમાં હાજર હાર્દિક પંડ્યાને સાજા થવામાં બે મહિનાનો સમય લાગી શકે છે. જોકે, મેડિકલ ટીમે હજુ સુધી નિર્ણય લીધો નથી કે હાર્દિકને સર્જરીની જરૂર છે કે નહીં.

સૂત્રોના જણાવ્યા અનુસાર, “બે અઠવાડિયા પહેલા હાર્દિકને નેટ્સમાં બોલિંગ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યાં સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ કોચ તેને ધીમે ધીમે તેની સ્પીડ વધારવાની સલાહ આપી રહ્યા હતા. સપોર્ટ સ્ટાફ ઇચ્છતો ન હતો કે તે તેના પગની ઘૂંટી પર વધારે દબાણ કરે. પરંતુ પંડ્યાએ આવું કર્યું ન હતું. તેણે ફેંકેલા પ્રથમ ત્રણ બોલમાં તેને થોડી મુશ્કેલી પડી હતી.”

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે, પરંતુ, તેણે આગામી બોલ માટે તેની બોલિંગની સ્પીડ વધારવાનો નિર્ણય કર્યો. "ચોથા બોલ દરમિયાન તેને પગમાં થોડો દુખાવો થયો. હાર્દિક પંડ્યાએ સપોર્ટ સ્ટાફને તેના જમણા પગની ઘૂંટીમાં જે દુ;ખાવો અનુભવી રહ્યો હતો તે વિશે જણાવ્યું. NCA મેડિકલ ટીમે સ્કેનિંગનો બીજો રાઉન્ડ હાથ ધરવાનું નક્કી કર્યું. ટૂર્નામેન્ટની ઇવેન્ટ ટેકનિકલ કમિટીએ હાર્દિક પંડ્યાના સ્થાને જાણીતા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને મંજૂરી આપી હતી. લાંબી ઈજા બાદ વાપસી કરનાર 27 વર્ષીય કૃષ્ણાએ ભારત માટે 17 ODI મેચ રમી અને 29 વિકેટ લીધી.

નોંધનીય છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ ફીવર છવાયો છે. કોઈએ શરીર પર પેઈન્ટ કરાવ્યું છે. તો કોઈએ ટેટ્ટુ..કોઈએ બેનર્સ બનાવ્યા છે તો કોઈ શંખનાદ કરી રહ્યું છે.. આ સાથે જ લોકોને ટીમ ઈન્ડિયાની જીતનો એટલો વિશ્વાસ છે કે, તેમણે જશ્નની તૈયારી કરી લીધી છે. અમદાવાદમાં ચાહકોએ 500 ફૂટથી વધુ લાંબો ધ્વજ અને વિશ્વની સૌથી નાની વર્લ્ડ કપની ટ્રોફી તૈયારી કરી છે. સાથે જ કેકની તૈયારી પણ કરવામાં આવી છે. આ મહામુકાબલો છે અને એટલે જ એમાં આવનારા મહેમાનો પણ ખાસ છે. જેમના માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મેચ પહેલા ભારતીય વાયુ સેના એર શો કરવાની છે. જેમાં વાયુ સેનાના જવાનો કરતબો બતાવશે. વાયુસેનાની સૂર્ય કિરણ ટીમ આ કરતબો કરશે. જેમના માટે રીહર્સલ પણ કરવામાં આવ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news