વર્લ્ડ કપ ફાઈનલના દિવસે અમદાવાદમાં કેવું રહેશે વાતાવરણ? આ આગાહી આખા ભારતે જાણવી જોઈએ!

Gujarat Weather Forecast :વર્લ્ડકપની ફાઈનલ મેચ સમયે અમદાવાદમાં વાતાવરણ કેવું રહેશે તે વિશે હવામાન વિભાગ શું કહે છે તે જાણીએ. તો તમને જણાવી દઈએ કે ફાઈનલ મેચ પર વરસાદનું વિઘ્ન બિલકુલ નથી, આ દરમિયાન 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

વર્લ્ડ કપ ફાઈનલના દિવસે અમદાવાદમાં કેવું રહેશે વાતાવરણ? આ આગાહી આખા ભારતે જાણવી જોઈએ!

Gujarat Weather Forecast : અમદાવાદમાં 19 નવેમ્બરે ICC વિશ્વકપનો ફાઈનલ મુકાબલો યોજાવાનો છે. ફાઈનલ પહેલા અમદાવાદમાં ક્રિકેટ રસીકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ ક્યાંક આ ઉત્સાહ ફિક્કો ન પડી જાય તેવું વાતાવરણ ગુજરાતમાં બંધાયું છે. વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ માટે હવામાન એકદમ સાફ રહેવાની અપેક્ષા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં જોરદાર તડકો રહેવાનો છે. મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

ફાઈનલ મેચ પર વરસાદનું વિઘ્ન બિલકુલ નથી
ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે વાદળછાયું વાતાવરણ થઈ આવ્યું છે. ત્યારે સૌને ટેન્શન એ છે કે, શું વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં વરસાદ આવશે કે નહિ. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ માટે હવામાન વિભાગની મોટી આગાહી આવી ગઈ છે. વર્લ્ડકપની ફાઈનલ મેચ સમયે અમદાવાદમાં વાતાવરણ કેવું રહેશે તે વિશે હવામાન વિભાગ શું કહે છે તે જાણીએ. તો તમને જણાવી દઈએ કે ફાઈનલ મેચ પર વરસાદનું વિઘ્ન બિલકુલ નથી, આ દરમિયાન 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. સાંજે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે અને ઝાકળની અપેક્ષા છે, જેનો ફાયદો બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમને થશે.

બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમને થશે ફાયદો
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આવતીકાલે શનિવારે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દિવાળી બાદ તાપમાન ઘટતા ઠંડી વધી છે. અમદાવાદમાં ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે. સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. બે દિવસ બાદ તાપમાન 1 ડિગ્રી વધી શકે છે. મેચ દરમિયાન રવિવારે બપોરે 33 અને 34 ડિગ્રી તાપમાન રહેશે. જ્યારે સાંજે 18 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે.

કેટલાક સ્થળો પર વાદળછાયુ વાતાવરણ રહી શકે છે
હવામાન વિભાગે જણાવ્યું કે, મેચના દિવસે રવિવારે અમદાવાદમાં સ્વચ્છ વાતાવરણ રહેશે. સાંજે 18 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. બે દિવસ બાદ રાજ્યવાસીઓને ઠંડીનો અનુભવ થઈ શકે છે. બે દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રી કરતા વધુ ઘટાડો આવી શકે છે. જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ વરસાદને લઈને કોઈ શકયતા નથી. કેટલાક સ્થળો પર વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. 

દિવસ દરમિયાન 35 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે
હવામાન વિભાગના ડાયેરક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, દિવસ અને રાત્રી દરમિયાન તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. બે ડિગ્રી જેટલું તાપમાન અપ એન્ડ ડાઉન રહી શકે છે. દિવસ દરમિયાન 35 ડિગ્રી આસપાસ અને રાત્રે 20 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. ડિસેમ્બર અંતમાં ઠંડીનો ખરો ચમકારો અનુભવ થશે. હાલ કોઈ સિસ્ટમ ગુજરાતને લઈને સક્રિય નથી. માત્ર લોકલ એક્ટિવિટીના કારણે છેલ્લા બે દિવસમાં રાજ્યમાં કેટલાક સ્થળો પર વરસાદી માહોલ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news