જીજુ હોય તો આવા! સાળીએ 'જૂતા ચોરી' રસ્મના માંગ્યા 1 લાખ રૂપિયા, તો હાર્દિકે આપી દીધા 5 લાખ

Hardik Pandya-Natasa Stankovic Wedding: હાર્દિક અને નતાશાના લગ્ન ઘણા સમાચારોમાં રહ્યા હતા. આ કપલે ભારતીય અને ક્રિશ્ચિયન બંને રીતે લગ્ન કર્યા હતા. બંનેને આજે ક્રિકેટ અને બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલમાંથી એક માનવામાં આવે છે.

જીજુ હોય તો આવા! સાળીએ 'જૂતા ચોરી' રસ્મના માંગ્યા 1 લાખ રૂપિયા, તો હાર્દિકે આપી દીધા 5 લાખ

Hardik Pandya-Natasa Stankovic Wedding: અભિનેત્રી અને મોડલ નતાશા સ્ટેનકોવિકે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના ફેમિલી ફોટો શેર કરતી રહે છે. નતાશા અને હાર્દિકની લવસ્ટોરી પણ ઘણી રોમેન્ટિક છે. બંનેએ ડેટિંગ કર્યા બાદ એકબીજા સાથે લગ્ન કર્યા. વર્ષ 2020માં હાર્દિક અને નતાશાએ સાત ફેરા લીધા હતા. તાજેતરમાં જ નતાશાએ તેના લગ્ન સંબંધિત એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેના લગ્નની વિધિઓ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત સામે આવી છે. જેમા હાર્દિક પંડ્યાએ ચંપલ ચોરીની રસ્મમા તગડી રકમ ચૂકવવી પડી હતી.

નતાશા સ્ટેનકોવિકે તેની વેડિંગ સીરિઝ 'પિચ પરફેક્ટ - ફેરી ટેલ લવ સ્ટોરી'નો નવો એપિસોડ શેર કર્યો છે. વીડિયોમાં તેણે મહેંદી, હલ્દી અને લગ્ન સમારોહની ઝલક બતાવી છે. કપલ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યું છે. લગ્નની વિધિઓ પછી, હાર્દિકની ભાભી અને કૃણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્મા પરંપરાગત 'જૂતા ચોરી' વિધિ કરતી જોવા મળે છે. પંખુરીએ હાર્દિકને ચંપલ પરત કરવા માટે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી.

પંખુરી જ્યારે પૈસાની માંગ કરતી જોવા મળી ત્યારે હાર્દિકે કહ્યું, 'તમે જ કહો કે તમને કેટલા જોઈએ છે? આ પછી હાર્દિક કહે છે કે 'તમે માત્ર એક લાખ રૂપિયા માગ્યા હતા, પણ મેં પાંચ લાખ રૂપિયા આપ્યા'. દુલ્હન બની ગયેલી નતાશા પણ પંડ્યાની વાત સાંભળીને ચોંકી જાય છે. 

આ પછી, પંખુરી કહે છે કે જ્યાં સુધી પૈસા ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી તે જૂતા પરત નહીં કરે અને પુરાવા બતાવવાની માંગ કરી. વીડીયોમા હાર્દિક, તેનો પુત્ર અગસ્ત્ય અને તેનો ભાઈ કૃણાલ પંડ્યા આનંદથી નાચતા અને હસતા જોવા મળે છે. હાર્દિક અને નતાશાના લગ્ન ઘણા સમાચારોમાં રહ્યા હતા. આ કપલે ભારતીય અને ક્રિશ્ચિયન બંને રીતે લગ્ન કર્યા હતા. બંનેને આજે ક્રિકેટ અને બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલમાંથી એક માનવામાં આવે છે.

આ પણ વાંચો:
UAE માં ગરમીમાં બહાર કામ કરવા પર પ્રતિબંધ, ભારતમાં પણ આ મિડ ડે પ્રતિબંધની જરૂર છે?
146મી રથયાત્રાની અંતિમ તૈયારી: હર્ષ સંઘવીએ રૂટ પર કર્યું રિહર્સલ, પગપાળા ચાલીને...
Astro Tips: સવારના સમયે કરેલા સાવરણીના આ ટોટકા તમને બનાવી શકે છે અમીર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news