રાહુલ જોહરીના સ્થાને બીસીસીઆઈએ હેમાંગ અમીનને બનાવ્યા કાર્યકારી CEO


 ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પૂર્વ  સીઈઓ રાહુલ જોહરીના રાજીનામા બાદ હેમાંગ અમીનની વચગાળાના સીઈઓ તરીકે નિમણૂક કરી છે. 
 

રાહુલ જોહરીના સ્થાને બીસીસીઆઈએ હેમાંગ અમીનને બનાવ્યા કાર્યકારી CEO

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પૂર્વ  સીઈઓ રાહુલ જોહરીના રાજીનામા બાદ હેમાંગ અમીનની વચગાળાના સીઈઓ તરીકે નિમણૂક કરી છે. બોર્ડના કર્મચારીઓને સોમવારે તેની માહિતી આપવામાં આવી હતી. 

બીસીસીઆઈના એક અધિકરીએ કહ્યુ, હેમાંગ અમીન આ પદ માટે યોગ્ય વ્યક્તિ છે અને પૂર્વ સીઈઓ રાહુલ જોહરીથી વધુ તેમનું યોગદાન બીસીસીઆઈમાં છે. 

— ANI (@ANI) July 14, 2020

બીસીસીઆઈના પૂર્વ સીઈઓ રાહુલ જોહરીનું રાજીનામુ ગુરૂવારે મંજૂર કરી લેવામાં આવ્યું હતું. આ મામલાના જાણકાર એક અધિકારીએ કહ્યુ કે, ગોપનીય નાણાકીય જાણકારી લીક થવાને કારણે જૌહરીએ રાજીનામુ આપવું પડ્યું છે. 

અધિકારીએ કહ્યુ, હેમાંગ અમીન આઈપીએલના સીઓઓ હતા અને તેમણે પાછલા વર્ષે આઈપીએલ ઉદ્ઘાટન સમાહોરના બદલે પુલવામા શહીદોના પરિવારો માટે ફંડ દાન કરવામાં ભૂમિકા ભજવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news