Hockey World Cup 2018: ચેમ્પિયન બેલ્જીયમના આર્થન વેન ડોરેન મળ્યો બેસ્ટ પ્લેયરનો એવોર્ડ
બેલ્જીયમે ત્રણ વખતની પૂર્વ ચેમ્પિયન નેધરલેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં 3-2 (0-0)થી હરાવીને હોકી વિશ્વકપનું ટાઇટલ જીત્યું હતું.
Trending Photos
ભુવનેશ્વરઃ પ્રથમવાર હોકી વિશ્વકપનું ટાઇટલ જીતનારી બેલ્જીયમના આર્થન વેન ડોરેનને ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો છે. બેલ્જીયમે અહીં કલિંગા સ્ટેડિયમમાં પેનલ્ટી શૂટઆઉટ સુધી રમાયેલા રોમાંચક ફાઇનલમાં નેધરલેન્ડને 3-2 (0-0)થી હરાવીને પ્રથમવાર વિશ્વકપનું ટાઇટલ તેના નામે કર્યું હતું.
વિશ્વકપમાં બેલ્જીયમ માટે દમદાર પ્રદર્શન કરનાર ડિફેન્ડર વેન ડોરેનને ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો હતો. વેન ડોરેન સિવાય બેલ્જીયમના એલેક્જેન્ડર હેંડ્રિક્સ અને ઓસ્ટ્રેલિયાના પ્રતિભાશાળી ખેલાડી બ્લેક ગવર્સને સ્પર્ધામાં સૌથી વધુ ગોલ કરવાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બંન્ને ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા સાત-સાત ગોલ કર્યા હતા.
ફાઇનલમાં હારનો સામનો કરનારી નેધરલેન્ડના પિર્મિન બ્લાકને ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ગોલકીપરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેના સાથી થિજ વેન ડૈમને સર્વશ્રેષ્ઠ જૂનિયર ખેલાડીનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનારી ટીમનો પુરસ્તાર ત્રણ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને આપવામાં આવ્યો હતો, જ્યારે ફેયર પ્લે એવોર્ડ સ્પેનની ટીમને મળ્યો હતો.
ઓસ્ટ્રેલિયાને બ્રોન્ઝ મેડલ
ગત બે વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ આ વખતે બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. તેને સેમીફાઇનલમાં નેધરલેન્ડ સામે મળેલી હારનો બદલો ઈંગ્લેન્ડ સામે લીધો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે ત્રીજા સ્થાન માટે રમાયેલી મુકાબલામાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ આઠ ગોલ કર્યા આ હતા. આ મેચ ઓસ્ટ્રેલિયાએ 8-1થી જીત્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે