IND vs SA: ભારતનો ખેલ બગાડી શકે છે આ 2 આફ્રિકન ખેલાડી, રાહુલ સેનાએ રહેવુ પડશે સાવધાન

India vs South Africa: સાઉથ આફ્રિકા સામે જો ભારતીય ટીમે સિરીઝ જીતવી છે તો આ બે ખેલાડીઓથી સાવધાન રહેવું પડશે, જે થોડો સમય ક્રિઝ પર રહે તો મેચનું પરિણામ બદલી શકે છે. 
 

IND vs SA: ભારતનો ખેલ બગાડી શકે છે આ 2 આફ્રિકન ખેલાડી, રાહુલ સેનાએ રહેવુ પડશે સાવધાન

નવી દિલ્હીઃ ભારતીય ટીમ આઈસીસી ટી20 વિશ્વકપની તૈયારી શરૂ કરવાના ઈરાદાથી સાઉત આફ્રિકા સામે પાંચ મેચોની ટી20 સિરીઝમાં ઉતરશે. બંને દેશો વચ્ચે 9 જૂનથી ટી20 સિરીઝનો પ્રારંભ થવાનો છે. બીસીસીઆઈએ કેટલાક ભારતીય સ્ટાર ખેલાડીઓને આરામ આપ્યો છે. તો ભારતીય ટીમ ઘરઆંગણે ટી20 સિરીઝમાં ક્યારેય આફ્રિકાને હરાવી શક્યું નથી. તેવામાં સિરીઝ જીતવાના ઈરાદાથી ઉતરનાર ભારતીય ટીમે આફ્રિકાના આ બે ખેલાડીઓથી સાવધાન રહેવું પડશે. 

આફ્રિકાના આ ખેલાડીઓથી રહેવું પડશે સાવધાન
આફ્રિકાના વિસ્ફોટક બેટર ડેવિડ મિલરે આઈપીએલ-2022માં ગુજરાત ટાઈટન્સ માટે ઘણી મેચ વિનિંગ ઈનિંગ રમી છે. તે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેની પાસે ભારતીય પિચ પર રન બનાવવાની ક્ષમતા પણ છે. મિલર ગુજરાત માટે ફિનિશર બનીને ઉભર્યો હતો. તેણે 16 મેચમાં 142.73ની સ્ટ્રાઇક રેટથી આઈપીએલમાં 481 રન બનાવ્યા હતા. તે પાંચમાં ક્રમે બેટિંગ કરતા સૌથી વધુ વખત નોટ આઉટ રહ્યો હતો. 

ભારત સામે સિરીઝ પહેલા આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવમાએ ડેવિડ મિલરની પ્રશંસા કરી છે. બાવુમાએ કહ્યુ કે, તે મેચ વિનર છે. મિલરનું શાનદાર ફોર્મ ટીમ ઈન્ડિયા માટે સારૂ નથી. જો ભારતીય ટીમે સિરીઝ કબજે કરવી હશે તો મિલરની વિકેટ ઝડપી લેવી પડશે. 

બીજીતરફ સાઉથ આફ્રિકાનો વિકેટકીપર ડિકોકે આઈપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સ માટે સારૂ પ્રદર્શન કર્યુ હતુ. તેની રમતથી કેએલ રાહુલ પણ વાકેફ છે. ડિકોક અને રાહુલની ઓપનિંગ જોડીની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પ્લેઓફમાં પહોંચી હતી. કોલકત્તા સામે મેચમાં તો ડિકોકે અણનમ 140 રન ફટકારી દીધા હતા. ડિકોક હંમેશા ભારત સામે સારૂ પ્રદર્શન કરતો આવ્યો છે. એટલે કેએલ રાહુલે લખનઉમાં પોતાના સાથી ઓપનરને જલદી આઉટ કરી પેવેલિયનમાં પરત મોકલવાનો પ્લાન કરવો પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news