CWG 2018: ગુજરાતી હરમીત દેસાઇએ ટેબલ ટેનિસમાં ભારતને અપાવ્યો ગોલ્ડ

ભારતીય પુરૂષ ટેબલ ટેનિસ ટીમે અહીં જારી 21માં રાષ્ટ્રમંડળ ખેલોના પાંચમાં વિદસે સોમવારે નાઇજીરિયાને હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો છે. ઓક્સેનફોર્ડ સ્ટૂડિયોજમાં રમાયેલી ફાઇનલમાં ભારતે નાઇજીરિયાને 3-0થી હરાવ્યું હતું. 

 

 CWG 2018: ગુજરાતી હરમીત દેસાઇએ ટેબલ ટેનિસમાં ભારતને અપાવ્યો ગોલ્ડ

ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા): ભારતીય પુરૂષ ટેબલ ટેનિસ ટીમે અહીં જારી 21માં રાષ્ટ્રમંડળ ખેલોના પાંચમાં દિવસે સોમવારે નાઇજીરિયાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓક્સેનફોર્ડ સ્ટૂડિયોજમાં રમાયેલી મેચમાં ભારતે નાઇજીરિયાને 3-0થી પરાજય આપ્યો હતો.

ફાઇનલનો પ્રથમ મેચ સિંગલનો હતો જેમાં અનુભવી ખેલાડી અચંતા શરથ કમલે પ્રથમ ગેમ 4-11થી હાર્યા બાદ વાપસી કરતા બોડે અમિયોડૂનને આગામી ત્રણ ગેમમાં 11-5, 11-4 અને 11-9 થી હરાવીને ભારતને 1-0ની લીડ અપાવી હતી. બીજા સિંગલ મુકાબલામાં ભારતના સાથિયાન ગણાસેકરનને પણ પ્રથમ ગેમમાં 10-12થી હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં તેણે શાનદાર વાપસી કરતા 11-3, 11-3, 11-4થી જીત મેળવી હતી.

ત્યારબાદ ત્રીજી મેચમાં હરમીત દેસાઇ અને સાથિયાન ગણાસેકરને નાઇજીરિયાની ઓલાજીડે મોઓટાયો અને બોડે અમિયોડૂનની જોડીને 11-8, 11-5, 11-3 પરાજય આપ્યો હતો. ભારતનો આ 21માં રાષ્ટ્રમંડળ ખેલમાં નવમો ગોલ્ડ છે. ભારત મેડલ ટેલીમાં 18 મેડલ સાથે ત્રીજા ક્રમે છે.

 

— Lalita Singh (@Lillian14Singh) April 9, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news