INDvAUS: મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના નામે કર્યો આ અનોખો રેકોર્ડ

ધોની અને જાધવે પ્રથમ વનડે મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ભારતને 6 વિકેટે વિજય અપાવ્યો હતો. 

INDvAUS: મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના નામે કર્યો આ અનોખો રેકોર્ડ

હૈદરાબાદઃ ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી વનડે મેચમાં પોતાના જોડીદાર કેદાર જાધવની સાથે અણનમ 144 રનની ભાગીદારીની મદદથી ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છ વિકેટે વિજય અપાવ્યો હતો. આ મેચમાં ધોની ભારત માટે વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બની ગયો છે. 

ઓસ્ટ્રેલિયા તરફથી આપવામાં આવેલા 237 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી ભારતીય ટીમના બેટ્સમેન ધોનીએ 37મી ઓવરમાં બોલર નાથન કુલ્ટર નાઇલના બોલ પર સિક્સ મારીને આ રેકોર્ડ બનાવ્યો હતો. ધોની હવે 216 સિક્સ સાથે નંબર એક પર છે. ત્યારબાદ રોહિત શર્મા 215 સિક્સ સાથે બીજા સ્થાને છે. 

ધોની બાદ વનડે મેચોમાં ભારત માટે સૌથી વધુ સિક્સ ફટકારનાર ખેલાડીઓની યાદીમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, યુવરાજ સિંહ અને વિરેન્દ્ર સહેવાગ સામેલ છે. મહત્વનું છે કે, ભારતના પૂર્વ કેપ્ટન ધોની 339 વનડે મેચોમાં 223 સિક્સ અને 804 ચોગ્ગા ફટકારી ચુક્યો છે. 

વનડેમાં ભારત માટે આ ખેલાડીઓએ ફટકારી છે સૌથી વધુ સિક્સ

એમએસ ધોની-216

રોહિત શર્મા- 215

સચિન તેંડુલકર- 195

સૌરવ ગાંગુલી- 189

યુવરાજ સિંહ- 153

વીરૂ - 131 

વનડે ક્રિકેટમાં અફરીદી નંબર-1
વનડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ પાકિસ્તાનના શાહિદ અફરીદીના નામે છે. તે 351 સિક્સ સાથે વિશ્વમાં નંબર-1ના સ્થાને છે. બીજા નંબર પર 305 સિક્સની સાથે વેસ્ટઈન્ડિઝનો ક્રિસ ગેલ છે અને ત્રીજા સ્થાને શ્રીલંકાનો જયસૂર્યા છે, જેના નામે 270 સિક્સ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news