INDvsAUS: જાણો ભારતને ઓસ્ટ્રેલિયા મળેલી ત્રણ મહત્વની જીત વિશે

ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં માત્ર પાંચ ટેસ્ટ મેચ જીત્યા છે, જેમાંથી ત્રણ ખાસ છે. 

INDvsAUS: જાણો ભારતને ઓસ્ટ્રેલિયા મળેલી ત્રણ મહત્વની જીત વિશે

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ 70 વર્ષમાં 11 વખત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો છે, પરંતુ અત્યાર સુધી ભારત કોઈ શ્રેણી જીતી શક્યું નથી. ઓસ્ટ્રેલિયામાં 44 ટેસ્ટ રમી છે અને માત્ર પાંચ જીતી છે. 1981 પહેલા 37 વર્ષમાં ભારત માત્ર બે ટેસ્ટમાં વિજય મેળવી શક્યું હતું. ભારતને તેમાંથી પ્રથમ બે જીત 1977-78ની સિરીઝમાં મળી હતી. ઓસ્ટ્રેલિયામાં મળેલી ત્રણ જીત પર કરીએ એક નજર.. 

મેલબોર્ન ટેસ્ટ 1981
આ ત્રણ મેચની સિરીઝ હતી. સિડનીમાં પ્રથમ ટેસ્ટમાં કેપ્ટન ગ્રેગ ચેપલે ભારત વિરુદ્ધ પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહ્યા હતા. તેણે બેવડી સદી ફટકારી હતી. ભારતીય બેટ્સમેનો માટે ડેનિલ લિલી, લેન પાસ્કો અને રોડની હોગને સંભાળવા સરળ ન રહ્યાં. ભારત પ્રથમ ટેસ્ટ એક ઈનિંગ અને 4 રને હારી ગયું હતું. એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટ સૈયદ કિરમાણી, કૃષ્ણ ઘાવરી અને શિવપાલ યાદવને કારણે ડ્રો રહી હતી. 

ત્રીજી ટેસ્ટ માટે ભારત મેલબોર્ન પહોંચ્યું હતું. ગ્રેગ ચેપલે ટોસ જીત્યો અને આશ્ચર્યજનક રૂપથી પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુંડપ્પા વિશ્વનાથે શાનદાર સદી પટકારી. ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 237 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ એલન બોર્ડરની સદીની મદદથી 419 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને પ્રથમદાવના આધારે 182 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં કેપ્ટન સુનીલ ગાવસ્કર અને ચેતન ચૌહાણે પ્રથમ વિકેટ માટે 165 રનની ભાગીદારી કરી હતી. ગાવસ્કરને શંકાસ્પદ નિર્ણયથી આઉટ આપવામાં આવ્યો હતો. ભારતની ટીમ 324 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 143 રન બનાવવાના હતા, પરંતુ ઓફ સ્પિનર શિવલાલ યાદવ, કૃષ્ણ ઘાવરી અને સંદીપ પાટિલે શરૂઆતી વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલી ઉભી કરી દીધી હતી. કપિલ દેવે 17 ઓવરમાં પાંચ વિકેટ ઝડપીને ભારતને 59 રનથી જીત અપાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 83 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે ટેસ્ટ સિરીઝ 1-1થી બરોબર કરી લીધી હતી. આ ભારતની સૌથી મોટી નૈતિક જીત હતી. 

એડિલેડ ટેસ્ટ, 2003
ચાર ટેસ્ટ મેચોની આ સિરીઝ સ્ટીવ વોને ફેરવેલ સિરીઝ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ ગ્લેન મૈકગ્રા અને શેન વોર્ન વિના મેદાને ઉતરી હતી. બ્રિસબેનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતના કેપ્ટન સૌરવ ગાંગુલીએ 144 રન ફટકારી મેચ ડ્રો કરાવ્યો હતો. એડિલેડમાં સ્ટીવ વોએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રિકી પોન્ટિંગની બેવડી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમત પૂર્ણ થતા 5 વિકેટે 400 રન બનાવી લીધા હતા. બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ઈનિંગ 556 રને સમેટાઇ હતી. 

જવાબમાં ભારતે 82 રન પર પોતાના 4 મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધા હતા. સહેવાગ, સચિન, આકાશ ચોપડા અને ગાંગુલી આઉટ થઈ ગયા હતા. પરંતુ કોલકત્તાના હીરો રાહુલ દ્રવિડ અને લક્ષ્મણ વચ્ચે 303 રનની ભાગીદારી થઈ. લક્ષ્મણ 148 રન પર 18 બાઉન્ડ્રી ફટકારી આઉટ થયો હતો. ભારતીય ટીમ 523 રન બનાવી શકી હતી. બીજી ઈનિંગમાં ભારતને અજીત અગરકરના રૂપમાં નવો નાયક મળ્યો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 44 રન પર 3 વિકેટ થઈ ગયો અને ટીમ 196 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને જીત માટે 230 રન બનાવવાના હતા. ભારતે આ રન બનાવી ટેસ્ટ મેચ જીતી લીધી હતી. 

પર્થ ટેસ્ટ, 2008
સિડનીમાં મંકીગેટ કાંડના તત્કાલ બાદ પર્થ ટેસ્ટ મેચ રમાઇ હતી. ઓસ્ટ્રેલિયા આ સિરીઝમાં પ્રથમ ટેસ્ટ 337 રનથી જીતી લીધી હતી. સિડનીમાં ભારતે અમ્પાયરોને કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત માટે ત્રીજી ટેસ્ટમાં, પર્થમાં જીત તે સાબિત કરવા માટે જરૂરી હતી કે તેની ટીમમાં હજુ પણ શક્તિ બચી છે. ભારતે ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરી અને 330 રન બનાવ્યા હતા. દ્રવિડે 93 અને સચિને 71 રન બનાવ્યા હતા. મિશેલ જોનસને 4 અને બ્રેટલીએ 3 વિકેટ ઝડપી હતી. 

નવા બોલથી બોલિંગ કરતા ઇરફાન પઠાણે બંન્ને ઓપનરોને આઉટ કરી દીધા હતા. ઇશાંતે રિકી પોન્ટિંગને આઉટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ 212 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. ભારતને પ્રથમ દાવના આધારે 118 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં સહેવાગે 43, ઇરફાન પઠાણે 46 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ જીતવા માટે ઓસિને 413 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ શરૂઆતમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ઓસિની ટીમ 340 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારત 72 રનથી મેચ હારી ગયું હતું. સિરીઝનો ચોથો ટેસ્ટ એડિલેડમાં ડ્રો રહ્યાં અને ભારત સિરીઝ 2-1થી હારી ગયું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news