INDvsWI: વસીમ જાફરે ટીમ ઇન્ડીયાને ફેંક્યો પડકાર, કોઇ મારા એંટિગાના રેકોર્ડની બરાબરી કરીને બતાવે

વસીમ જાફરે સેંટ જોંસમાં 2006માં રમાયેલી ટેસ્ટ મેચમાં પહેલીવાર ફક્ત એક રન બનાવીને આઉટ થઇ ગયા હતા. ત્યારબાદ તેમણે બીજી ઇનિંગમાં 399 બોલમાં 212 રન બનાવ્યા હતા. વસીમ જાફરે પોતાની ઇનિંગમાં 24 ચોગ્ગા તથા એક સિક્સર ફટકારી હતી. 

INDvsWI: વસીમ જાફરે ટીમ ઇન્ડીયાને ફેંક્યો પડકાર, કોઇ મારા એંટિગાના રેકોર્ડની બરાબરી કરીને બતાવે

નવી દિલ્હી: ભારત અને વેસ્ટઇંડીઝ એંટિગામાં બે મેચોની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યા છે. મેચ ગુરૂવારે શરૂ થઇ હતી. પહેલા દિવસે ભારતે બેટીંગ કરી હતી. તેને દિવસ પુરો થયો ત્યાં સુધી છ વિકેટના નુકસાન પર 203 રન બનાવ્યા હતા. અજિંક્ય રહાણે (81) ટીમના ટોપ સ્કોરર રહ્યા હતા. આ મેચ શરૂ થયાના લગભગ સવા કલાક બાદ વસીમ જાફરે ટીમ ઇન્ડીયાના ક્રિકેટરોને એક પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે કોઇ ખેલાડી એંટિગામાં બનાવવામાં આવેલા તેમના રેકોર્ડની બરાબરી કરીને બતાવે. 

41 વર્ષના વસીમ જાફરે પોતાના ટેસ્ટ કેરિયરમાં 31 મેચો રમ્યા અને તેમાં 34.10ની સરેરાશ સાથે 1944 રન બનાવ્યા હતા. વસીમ જાફરે પોતાના ટેસ્ટ કેરિયરની સૌથી મોટી ઇનિંગ એંટિગામાં રમાઇ હતી. તેમણે 2006માં એંટિંગના સેંટ જોંસ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં 212 રન બનાવ્યા હતા. વસીમ જાફરનો ઇશારો આ સ્કોર તરફ હતો. 

વસીમ જાફરે ટ્વિટ કર્યું, ''મેં 2006માં એંટિગામાં 212 રન બનાવ્યા હતા. મને યાદ છે કે મેં તે ઇનિંગમાં એક સિક્સર ફટકારી હતી. આશા છે કે એંટિગામાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં કોઇ મારી બરાબરી કરેને બતાવશે.' વસીમ જાફરે પોતાના પ્રશંસકોને એમ પણ કહ્યું કે તે અંદાજો લગાવે કે આ રેકોર્ડ કોણ તોડી શકે છે.' 

— Wasim Jaffer (@WasimJaffer14) August 22, 2019

તમને જણાવી દઇએ કે એંટિગામાં ટેસ્ટ મેચ રમી શકાય તેવા બે સ્ટેડિયમ છે. વસીમ જાફરે જ્યાં 212 રન બનાવ્યા હતા, તે સેંટ જોંસ મેદાન હતું. ભારત અત્યારે નોર્થ સાઉંડના સર વિવિયન રિચર્ડસ સ્ટેડિયમમાં મેચ રમી રહ્યું છે. આ મેદાન પર વિરાટ કોહલી 2016માં 200 રનની ઇનિંગ રમી ચૂક્યા છે. આ મેદાનનો સૌથી મોટો સ્કોર પણ છે. 

એંટિગાના બે મેદાનોને મિલાવીને વાત કરીએ તો વસીમ જાફરના નામે ભારત તરફથી સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ છે. કુલ મળીને બંને જ સ્ટેડિયમમાં ભારત દ્વારા એક-એક બેવડી સદી ફટકારી છે. વસીમ જાફરે સેંટ જોંસમાં 212 અને વિરાટ કોહલીને નોર્થ સાઉંડમાં 200 રન બનાવ્યા છે. 

વસીમ જાફરે સેંટ જોંસમાં 2006માં રમાયેલી ટેસ્ટ મેચમાં પહેલીવાર ફક્ત એક રન બનાવીને આઉટ થઇ ગયા હતા. ત્યારબાદ તેમણે બીજી ઇનિંગમાં 399 બોલમાં 212 રન બનાવ્યા હતા. વસીમ જાફરે પોતાની ઇનિંગમાં 24 ચોગ્ગા તથા એક સિક્સર ફટકારી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news