INDvsWI: આજે પ્રથમ મેચ સાથે ભારત કરશે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના અભિયાનનો પ્રારંભ

ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મેચથી ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત કરી રહી છે. કેપ્ટન વિરાટ કોહલી આ મેચમાં કેટલિક વ્યક્તિગત સિદ્ધિઓ હાસિલ કરી શકે છે પરંતુ તેની પ્રાથમિકતા ચેમ્પિયનશિપનો પ્રારંભ જીત સાથે કરવા પર હશે. 
 

INDvsWI: આજે પ્રથમ મેચ સાથે ભારત કરશે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના અભિયાનનો પ્રારંભ

નોર્થ સાઉન્ડઃ ભારતીય ટીમ પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના શરૂઆતી મુકાબલામાં ગુરૂવારે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની સામે ઉતરશે તો કેપ્ટન વિરાટ કોહલી યોગ્ય ટીમ સંયોજનને લઈને જીતની સાથે પ્રારંભ કરવા ઈચ્છશે. 

ભારત જો આ મેચ જીતે તો કેપ્ટન તરીકે કોહલીની 27મી ટેસ્ટ જીત હશે અને તે એમએસ ધોનીની બરોબરી કરી લેશે. આ મેચમાં સદી ફટકારવા પર તે કેપ્ટન તરીકે 19 ટેસ્ટ સદીના રિકી પોન્ટિંગના રેકોર્ડની બરોબરી કરી લેશે. 

વિન્ડીઝને નબળી ગણવી પડી શકે છે ભારે
કોહલી, ચેતેશ્વર પૂજારા, કેએલ રાહુલ અને રોહિત શર્માને કારણે ભારતીય ટીમ કાગળો પર મજબૂત લાગી રહી છે પરંતુ જેસન હોલ્ડરની આગેવાની વાળી કેરેબિયન ટીમને નબળી ન સમજી શકાય. ઈંગ્લેન્ડને તેનો અનુભવ થઈ ચુક્યો છે, જેને આ વર્ષની શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝની પિચો પર 1-2થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 

ફાસ્ટ બોલરો માટે મદદરૂપ છે પિચ
એન્ટીગાના સર વિવિયન રિચડર્સ સ્ટેડિયયમની વિકેટ ફાસ્ટ બોલરો માટે મદદરૂપ છે. કોહલીએ પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિશે કહ્યું, 'લોકો એવી વાત કરી રહ્યાં છે કે ટેસ્ટ ક્રિકેટ પ્રાસંગિક રહ્યું નથી તે સમાપ્ત થઈ ગઈ છે. મારૂ તો માનવું છે કે આ સ્પર્ધા બમણી થઈ ગઈ છે. ખેલાડીઓના પડકારનો સામનો કરવા જીતનો પ્રયત્ન કરવો પડશે. તેણે કહ્યું, 'હવે મુકાબલો સ્પર્ધાત્મક થશે અને ટેસ્ટ મેચ રોમાંચક બની જશે. આ યોગ્ય સમયે લેવામાં આવેલો નિર્ણય છે.'

નવા બોલનો સામનો કરવો છે પડકાર
અહીં છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમ 187 અને 132 રન પર આઉટ થઈ ગઈ હતી પરંતુ તે બીજો સમય હતો. કોહલી અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની ચિંતાનો વિષય કેમાર રોચ અને શેનોન ગૈબ્રિયલ પાસે મળનારો નવા બોલનો પડકાર હશે. 

ત્રણ ફાસ્ટર સાથે ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા
પિચમાં ગતિ અને ઉછાળ હોવા પર કોહલી ચાર નિષ્ણાંત બોલરોને લઈને ઉતરી શકે છે. તેવામાં આર અશ્વિન અને કુલદીપ યાદવ વચ્ચે એકમાત્ર સ્પિનરની જગ્યાને લઈને સ્પર્ધા હશે. ત્રણ ફાસ્ટ બોલરોની જગ્યા જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શણી લેશે. 

બેટિંગમાં સંતુલન સાધવુ જરૂરી
બેટિંગ સંયોજનને મજબૂત કરવા કોહલીએ માથાકુટ કરવી પડશે. હાર્દિક પંડ્યા હોત તો કોહલી આવી સ્થિતિમાં રોહિત કે રહાણેમાંથી એકને બહાર રાખી શકતો હતો. આમ ટેસ્ટ ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝના હાલના રેકોર્ડને જોતા એક વધારાના બેટ્સમેનને લઈને ઉતરી શકે છે. ઘાસવાળી પિચ હોવા પર કોહલી પાંચ બોલરને પણ ઉતારી શકે છે, જેનો મતલબ છે કે મુંબઈના બે બેટ્સમેનોમાથી એકની પસંદગી થશે અને રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર ખેલાડીના રૂપમાં રમશે. 

કોણ કરશે ઓપનિંગ
તે પણ જોવાનું રહેશે કે મયંક અગ્રવાલની સાથે ઈનિંગનો પ્રારંભ કોણ કરે છે. કેએલ રાહુલ નિષ્ણાંત ઓપનિંગ બેટ્સમેન છે પરંતુ ઓસ્ટ્રેલિયામાં હનુમા વિહારીને ઉતારવામાં આવ્યો હતો. 

પ્રતિભાશાળી છે વિન્ડીઝ
વેસ્ટ ઈન્ડિઝની પાસે શાઇ હોપ, જોન કેમ્પબેલ અને શિમરોન હેટમાયરના રૂપમાં ત્રણ પ્રતિભાશાળી યુવા છે. ભારત વિરુદ્ધ 2016ની સિરીઝ દરમિયાન ચેસે દિવસ દરમિયાન અશ્વિનને પરેશાન કર્યો જ્યારે વિન્ડીઝની ટીમ હારની નજીક હતી. ડેરેન બ્રાવો 52 ટેસ્ટમાં 3500 રન બનાવી ચુક્યો છે. 

ટીમઃ ભારત- વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, અંજ્કિય રહાણે, રોહિત શર્મા, રિષભ પંત, કુલદીપ યાદવ, આર અશ્વિન, જાડેજા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, રિદ્ધિમાન સાહા. 

વેસ્ટ ઈન્ડિઝ જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રેગ બ્રેથવેટ, ડેરેન બ્રાવો, શામાર બ્રૂક્સ, જાન કેમ્પબેલ, રોસ્ટન ચેસ, રકહીમ કાર્નવાલ, શેન ડોરિચ, શેનોન ગૈબ્રિયલ, શિમરોન હેટમાયર, શાઇ હોપ, કીમો પોલ, કેમાર રોચ. મેચનો સમયઃ સાંજે સાત કલાકથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news