આઈપીએલ 2020: ફ્રેન્ચાઇઝીના એક અધિકારીનો દાવો, વાનખેડે સ્ટેડિયમમાં 29 માર્ચથી થશે પ્રારંભ

દિલ્હી કેપિટલ્સના એક અધિકારીએ કહ્યું કે, આઈપીએલ-2020 માટે શરૂઆતની તારીખ 29 માર્ચ નક્કી કરી દેવામાં આવી છે. પરંતુ આ પહેલા લીગની શરૂઆતી તારીખ 1 એપ્રિલ જણાવી હતી. 

આઈપીએલ 2020: ફ્રેન્ચાઇઝીના એક અધિકારીનો દાવો, વાનખેડે સ્ટેડિયમમાં 29 માર્ચથી થશે પ્રારંભ

નવી દિલ્હીઃ વિશ્વની પ્રતિષ્ઠિત ટી20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના 2020ની સિઝનનો પ્રારંભ 29 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થશે. સ્ટાર બેટ્સમેન રોહિત શર્માની આગેવાની વાળી ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોતાના ઘરમાં રમતા ટાઇટલ બચાવવાના પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. 

દિલ્હી કેપિટલ્સના એક અધિકારીએ કહ્યું કે, શરૂઆતની તારીખ 29 માર્ચ નક્કી કરી દેવામાં આવી છે. અધિકારીએ કહ્યું, 'મને જણાવવામાં આવ્યું કે આઈપીએલની 2020ની સિઝનનો પ્રારંભ 29 માર્ચથી મુંબઈમાં થશે.' તેનો મતલબ છે કે શરૂઆતની મેચ રમનારી કેટલિક ટીમોને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓની સેવા મળી શકશે નહીં. 

તેનું કારણ છે કે તે સમયે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 સિરીઝ ચાલી રહી હશે અને આ રીતે ઈંગ્લેન્ડ તથા શ્રીલંકાની ટીમ ટેસ્ટ સિરીઝ રમી રહી હશે, જેનું સમાપન 31 માર્ચ થશે. 

2023થી 5ની જગ્યાએ 4 દિવસની હોઈ શકે છે ટેસ્ટ મેચ, ICC કરી રહ્યું છે વિચાર  

એક ફ્રેન્ચાઇઝીના સીનિયર અધિકારીએ આ પહેલા કહ્યું હતું કે, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિક એકવાર ફરી પોતાના જૂના ફોર્મેટના આધાર પર ડબલ હેડરનું આયોજન કરશે અને આ ટૂર્નામેન્ટ 1 એપ્રિલથી શરૂ થશે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ આ સિઝનમાં વધુમાં વધુ ડબલ હેડર કરાવવાના પક્ષમાં છે કારણ કે તેનું માનવું છે કે તેનાથી દર્શકોને સારો વ્યૂઇંગ ટાઇમ મળી શકશે. 

અધિકારીએ આગળ કહ્યું, 'ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 સિરીઝ 29 માર્ચે પૂરી થશે. તો ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ ટેકનિકલ રીતે 31 માર્ચે પૂરી થશે. તેવામાં આ 4 ટીમોના મોટા ખેલાડીઓની સેવાઓ મળવી શરૂઆતી મેચોમાં મુશ્કેલ છે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news