IPL 2022 Playoffs: હવે આ 4 ટીમો વચ્ચે હશે ઝગમગાતી ટ્રોફીની લડાઈ, ક્યારે કઈ ટીમની હશે મેચ, જાણો IPLનું હવે પછીનું ગણિત

IPL 2022 Playoffs: આઈપીએલ 2022માં પ્લેઓફ માટે ક્વોલિફાયર થનાર 4 ટીમોમાં ગુજરાત ટાઈટન્સ, રાજસ્થાન રોયલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોર છે. હવે આપણે તે જાણીશું કે પ્લેઓફની મેચ ક્યારે અને કઈ ટીમોની વચ્ચે રમાશે.

IPL 2022 Playoffs: હવે આ 4 ટીમો વચ્ચે હશે ઝગમગાતી ટ્રોફીની લડાઈ, ક્યારે કઈ ટીમની હશે મેચ, જાણો IPLનું હવે પછીનું ગણિત

PL 2022 Playoffs: આઈપીએલની 15મી સીઝન હવે અંત તરફ છે, ત્યારે આજે છેલ્લી લીગ મેચ રમાશે. આઈપીએલની 69 મેચ બાદ હવે નક્કી થઈ ગયું છે કે કંઈ ચાર ટીમો વચ્ચે મોટો જંગ થશે. આઈપીએલ 2022માં પ્લેઓફ માટે ક્વોલિફાયર થનાર 4 ટીમોમાં ગુજરાત ટાઈટન્સ, રાજસ્થાન રોયલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોર છે. હવે આપણે તે જાણીશું કે પ્લેઓફની મેચ ક્યારે અને કઈ ટીમોની વચ્ચે રમાશે.

IPL 2022 ની પહેલી ક્વોલિફાયર
લીગ સ્ટેજના પોઈન્ટ ટેબલમાં ટોપ 2માં રહેલી ટીમોની વચ્ચે આઈપીએલ 2022ની પહેલા ક્વોલિફાયર મેચ રમાશે. લીગ સ્ટેજમાં પહેલા સ્થાન પર ગુજરાત ટાઈટન્સ અને બીજા સ્થાન પર રાજસ્થાન રોયલ્સની ટીમ છે. આ બન્ને ટીમોની વચ્ચે મેચ 24 મે 2022ના રોજ કોલકાત્તાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. આ મેચ જીતનાર ટીમ સીધી આઈપીએલ 2022ની ફાઈનલમાં એન્ટ્રી કરશે અને હારનાર ટીમને ફાઈનલમાં પહોંચવા માટે વધુ એક અવસર મળશે.

IPL 2022ની બીજી ફાઈનલિસ્ટ
લીગ સ્ટેજના પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા સ્થાન પર રહેલી ટીમોની વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની વચ્ચે રમાશે. બન્ને ટીમોની વચ્ચે આ મેચ 25 મે 2022ના રોજ કોલકાત્તાના ઈડન ગાર્ડન મેદાજમાં જ રમાશે. આ મુકાબલો જીતનાર ટીમ આઈપીએલ 2022ની બીજી ક્વોલિફાયર મેચ રમશે. જેમાં તેનો મુકાબલો પહેલી ક્વોલિફાયર મેચ હારનાર ટીમ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે, આ એલિમિનેટર મેચ હારનાર ટીમ આ સીઝનમાંથી બહાર ફેંકાઈ જશે.

અમદાવાદમાં થશે મહા મુકાબલો
આઈપીએલ 2022ની ફાઈનલ મેચ 29 મે 2022ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સીઝનની ફાઈનલ મેચ ક્વોલિફાયર 1 અને ક્વોલિફાયર 2ની વિજેતા ટીમોની વચ્ચે રમાશે. આ 4 ટીમોમાંથી માત્ર રાજસ્થાન રોયલ્સની ટીમ જ અત્યાર સુધી આઈપીએલની ટ્રોફી પોતાના નામે કરી શકી છે, જ્યારે ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ પહેલીવાર પ્લેઓફનો મુકાબલો રમશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news