IPLના ઈતિહાસમાં બે સૌથી ખરાબ રેકોર્ડ RCBના નામે, કોઈ ટીમ સપનામાં પણ વિચારશે નહીં

રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની બેટિંગ લાઈનઅપ હંમેશાં આઈપીએલમાં સૌથી વધુ મજબૂત માનવામાં આવે છે જે પહેલી મેચમાં પણ પ્રશંસકોને જોવા મળી. પરંતુ બોલિંગ પર હંમેશાં સવાલ ઉઠતા રહ્યા છે. આ મેચમાં પણ આરસીબીની બોલિંગ બિલકુલ ફ્લોપ રહી અને ટીમ 206 રન પણ ડિફેંડ કરવામાં અસફળ રહી.

 IPLના ઈતિહાસમાં બે સૌથી ખરાબ રેકોર્ડ RCBના નામે, કોઈ ટીમ સપનામાં પણ વિચારશે નહીં

નવી દિલ્હી: આઈપીએલ 2022ની શરૂઆત થઈ ચૂકી છે અને આજે ત્રીજી મેચ રોયલ ચેલેંજર્સ અને પંજાબ કિંગની વચ્ચે રમાઈ હતી. પ્રશંસકોને આ મેચમાં ખૂબ જ ચોગ્ગા-છગ્ગા જોવા મળ્યા પરંતુ સીઝનમાં આરસીબીની શરૂઆત હારની સાથે થઈ છે. આરસીબીની કમાન ફાફ ડુ પ્લેસિસના હાથમાં હતી, પરંતુ ટીમને હારનો સામનો કરવો પડ્યો. મુકાબલામાં આરસીબીએ 205 રનના પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો, તેમ છતાં હારનો સામનો કરવો પડ્યો. ટીમે આ હારની સાથે સાથે 2 શરમજનક રેકોર્ડ્સ પણ પોતાના નામે કરી લીધા છે, જે કોઈ પણ ટીમ આવો રેકોર્ડ ક્યારેય સપનામાં પણ બનાવવાનું વિચારશે નહીં.

RCBના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની બેટિંગ લાઈનઅપ હંમેશાં આઈપીએલમાં સૌથી વધુ મજબૂત માનવામાં આવે છે જે પહેલી મેચમાં પણ પ્રશંસકોને જોવા મળી. પરંતુ બોલિંગ પર હંમેશાં સવાલ ઉઠતા રહ્યા છે. આ મેચમાં પણ આરસીબીની બોલિંગ બિલકુલ ફ્લોપ રહી અને ટીમ 206 રન પણ ડિફેંડ કરવામાં અસફળ રહી. આ હારની સાથે સાથે આરસીબીએ આઈપીએલમાં એક ઈનિંગમાં સૌથી વધારે વાઈડ બોલ નાંખવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો. આ શરમજનક રેકોર્ડ પહેલા પંજાબ કિંગના નામે નોંધાયો હતો, પંજાબે એક મેચમાં 19 વાઈડ બોલ નાંખવામાં આવ્યા હતા, પરંતુ આરસીબીએ આ મેચમાં કુલ 21 વાઈડ બોલ નાંખ્યા અને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

ગુજરાત ટાઈટન્સે મેચ પહેલા લીધો મોટો નિર્ણય, ફિરકીના જાદૂગરને આપી મોટી જવાબદારી

200+ રન બનાવીને ચોથી હાર
રોયલ ચેલેંજર્સ બેંગ્લોર અને પંજાબ કિંગની મેચમાં આરસીબીએ વધુ એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો. આ મેચમાં પહેલા બેટિંગ કરતા આરસીબીએ 205 રન બનાવ્યા હતા, તેમ છતાં ટીમે મેચ ગુમાવી દીધી. આઈપીએલ ઈતિહાસમાં રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની આ 200થી વધારે રન બનાવ્યા પછી પણ ચોથી હાર પોતાના નામે કરી છે. આરસીબી 200થી વધારે રન બનાવીને સૌથી વધારે વખત મેચ હારનાર ટીમ પણ બની છે. આરસીબી વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગે 2 વખત 200થી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે અને એકવાર કોલકાતા નાઈટ રાઈડર્સે પણ આરસીબી વિરુદ્ધ આ કારસ્તાન કર્યું છે.

સીઝનની પહેલી મેચમાં જ આરસીબીની હાર
આ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી આરસીબીની ટીમે આ મેચમાં 2 વિકેટ ગુમાવીને 205 રનનો લક્ષ્યાંક વિરોધી ટીમને આપ્યો હતો. પરંતુ તેના જવાબમાં પંજાબ કિંગે આરામથી 5 વિકેટ ગુમાવીને 19 ઓવરોમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો. આરસીબીના 206 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમે એક ઓવર બચાવીને જીત હાંસલ કરી લીધી. પંજાબ તરફથી શિખર ધવન અને ભાનુકા રાજપક્ષેએ 43-43 રન બનાવ્યા. જ્યારે કેપ્ટન મયંક અગ્રવાલે 32 રન બનાવ્યા. પરંતુ અંતમાં શાહરૂખ ખાનને 24 અને ઓડિન સ્મિથે 25 રનની વિસ્ફોટક બેટિંગ કરીને મેચને એક તરફી કરીને ખતમ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news