IPL 2021: ટૂર્નામેન્ટ યથાવત રહેવી જોઈએ, તે કરોડો લોકો માટે ખુશી લાવે છેઃ માઇકલ વોન

ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડી ટૂર્નામેન્ટમાંથી હટી રહ્યાં છે. એન્ડ્રૂ ટાયે તો કહ્યુ કે, દેશમાં સ્વાસ્થ્ય સેવાઓની એટલી કમી છે તેવા સમયે ફ્રેન્ચાઇઝી પાણીની જેમ પૈસા વાપસી રહી છે. 

IPL 2021: ટૂર્નામેન્ટ યથાવત રહેવી જોઈએ, તે કરોડો લોકો માટે ખુશી લાવે છેઃ માઇકલ વોન

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) ના આયોજન પર સવાલ ઉઠી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે દેશમાં આટલી ખરાબ સ્થિતિ છે તેવા સમયમાં આટલી મોંઘી લીગનું આયોજન યોગ્ય નથી. 

ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડી ટૂર્નામેન્ટમાંથી હટી રહ્યાં છે. એન્ડ્રૂ ટાયે તો કહ્યુ કે, દેશમાં સ્વાસ્થ્ય સેવાઓની એટલી કમી છે તેવા સમયે ફ્રેન્ચાઇઝી પાણીની જેમ પૈસા વાપસી રહી છે. તો ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ પણ દરરોજ પોતાના ખેલાડીઓ પાસેથી અપડેટ લઈ રહ્યું છે. આ વચ્ચે પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન માઇકલ વોને આઈપીએલ ચાલુ રાખવાની વકાલત કરી છે. વોનનુ કહેવુ છે કે આ તણાવપૂર્ણ સમયમાં આઈપીએલ કરોડો લોકો માટે ખુશીનું એક સાધન બને છે. 

— Michael Vaughan (@MichaelVaughan) April 27, 2021

વોર્ન પરંતુ તે વાતથી હેરાન છે કે આખરે કઈ રીતે હાલમાં સાઉથ આફ્રિકામાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોને હટવા અને ભારતમાં રમવાની મંજૂરી આપવામાં આવી. 

વોને ટ્વીટ કર્યુ, 'મને લાગે છે કે આઈપીએલ ચાલુ રહેવી જોઈએ.. આ મુશ્કેલ સમયમાં દરરોજ સાંજે તે કરોડો લોકોના ચહેરા પર ખુશી લઈને આવે છે, તે ખુબ મહત્વનું છે... પરંતુ સાથે તે સમજવુ પણ મુશ્કેલ છે કે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સાઉથ આફ્રિકામાં મેચથી હટી ગયા હતા. તેમ છતાં બન્ને દેશોએ પોતાના ખેલાડીઓને ભારતમાં રમવાની મંજૂરી આપી છે.'

Corona મહામારીને કારણે ભારત પાસેથી છીનવાઈ શકે છે ટી20 વિશ્વકપની યજમાની, ICCનો પ્લાન બી તૈયાર

શું કહ્યુ ટાયે
ભારતમાં કોરોના વાયરસના વધતા કેસને કારણે આઈપીએલ 2021 વચ્ચે છોડીને ઓસ્ટ્રેલિયા રવાના થનાર રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર એન્ડ્રૂ ટાયે કહ્ કે, જ્યારે દેશમાં આટલી મોટી સ્વાસ્થ્ય સમસ્યા છે ત્યારે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ પર આટલી મોટી રકમ ખર્ચ કરી રહી છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news