England ટીમ પર ગુસ્સે માઇકલ વોન, શરમજનક હાર બાદ બોલ્યા 3-1 થી જીતશે ટીમ ઇન્ડિયા

ભારતની સામે ચેન્નાઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે 317 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ પૂર્વ અંગ્રેજી કેપ્ટન માઇકલ વોન (Michael Vaughan) ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પર ગુસ્સે છે. માઇકલ વોને (Michael Vaughan) ઇંગ્લેન્ડની ટીમ પસંદગી અંગે સવાલો ઉઠાવ્યા છે

England ટીમ પર ગુસ્સે માઇકલ વોન, શરમજનક હાર બાદ બોલ્યા 3-1 થી જીતશે ટીમ ઇન્ડિયા

ચેન્નાઈ: ભારતની સામે ચેન્નાઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે 317 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ પૂર્વ અંગ્રેજી કેપ્ટન માઇકલ વોન (Michael Vaughan) ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પર ગુસ્સે છે. માઇકલ વોને (Michael Vaughan) ઇંગ્લેન્ડની ટીમ પસંદગી અંગે સવાલો ઉઠાવ્યા છે.

માઇકલ વોને (Michael Vaughan) બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની (England) હાર બાદ ટ્વિટર પર લખ્યું, મને લાગે છે કે, વર્ષ 2019 બાદ ઇંગ્લેન્ડ ટીમની પહેલી પસંદ ટેસ્ટ ક્રિકેટ છે અને ઇંગ્લેન્ડ ટીમ જોરદાર પ્રયત્નથી એશિઝ ટ્રોફી પરત હાંસલ કરશે, પરંતુ દર અઠવાડિયે ટેસ્ટ ટીમમાં ફરેફરા થઈ રહ્યા છે, પરંતુ ટી-20 ટીમ સંપૂર્ણ સ્ટ્રેન્થ સાથે રમી રહી છે. મોઈન હવે 18 મહિનામાં પ્રથમ ટેસ્ટ મેચ રમ્યા બાદ ઘરે પરત ફરશે.

— Michael Vaughan (@MichaelVaughan) February 16, 2021

— Michael Vaughan (@MichaelVaughan) February 16, 2021

ટ્વિટર પર માઇકલ વોને (MichaelVaughan) આ પણ કહ્યું કે, આ સ્થિતિમાં ભારતીય ટીમ ઘણું સારું કરી રહી છે. જો આગળ પણ બે ટેસ્ટમાં પણ બોલ પહેલા દિવસથી સ્પિન કરશે, તો સિરીઝમાં ભારતીય ટીમ 3-1 થી જીતશે. ઇંગ્લેન્ડની ટીમને એશિયામાં રનની દ્રષ્ટિએ તેની સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ઇંગ્લેન્ડની સામે રનની દ્રષ્ટિએ આ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news