Pietersen Congratulate India: કેવિન પીટરસને હિન્દીમાં ટ્વીટ કરી ભારતને આપી શુભેચ્છા, ઈંગ્લેન્ડને ગણાવી 'B' ટીમ

Kevin Pietersen Congratulate India In Hindi: ભારતે ઈંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં 317 રનથી પરાજય આપી પ્રથમ મેચમાં પરાજયનો બદલો લઈ લીધો છે. આ તકે પીટરસને કટાક્ષ કરતા હિન્દીમાં શુભેચ્છા આપી છે.
 

Pietersen Congratulate India: કેવિન પીટરસને હિન્દીમાં ટ્વીટ કરી ભારતને આપી શુભેચ્છા, ઈંગ્લેન્ડને ગણાવી 'B' ટીમ

ચેન્નઈઃ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને (Kevin Pietersen) મંગળવારે ભારતને મોટી જીત પર શુભેચ્છા આપી પરંતુ તેણે પોતાની ટીમને 'ઈંગ્લેન્ડ બી' કહી તેનું મહત્વ ઓછુ કરવાનો પણ પ્રયાસ કર્યો. ભારતે બીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસે લંચ બાદ 317 રનથી મોટી જીત મેળવી ચાર મેચોની સિરીઝમાં 1-1થી બરોબરી કરી લીધી છે. 

ઈંગ્લેન્ડે પ્રથમ મેચ 227 રનના મોટા અંતરથી જીતી હતી. પીટરસને ભારતની જીત બાદ સંક્ષિપ્ત પરંતુ કટાક્ષભર્યા અંદાજમાં હિન્દીમાં ટ્વીટ કર્યુ, ''શુભેચ્છા ટીમ ઈન્ડિયા, ઈંગ્લેન્ડની બી ટીમને હરાવવા માટે''

— Kevin Pietersen🦏 (@KP24) February 16, 2021

ત્યારબાદ આ પૂર્વ સ્ટાર બેટ્સમેને દુનિયાની સૌથી મજબૂત ટીમ વિરુદ્ધ તેની ધરતી પર આટલી મહત્વપૂર્ણ સિરીઝમાં રોટેશન નીતિને જારી રાખવા માટે ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) ની ટીકા કરી છે. 

પીટરસને કહ્યુ, 'ટેસ્ટ મેચ જીતવા માટે સૌથી મુશ્કેલ સ્થાન પર તમે તમારી સર્વશ્રેષ્ઠ ટીમ પસંદ ન કરી. તમે ત્યાં સુધી કે તેના પર પોતાની ભાવનાઓને વ્યક્ત ન કરી શકો. હવે એક ટેસ્ટ મેચ રમ્યા બાદ મોઇન અલી પરત ફરી રહ્યો છે. વાહ.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news