Coronavirus: ઈંગ્લેન્ડના માઇકલ વોનને ડર, 'T20 વિશ્વકપ પણ ટળી શકે છે'


ઈંગ્લેન્ડના માઇકલ વોન માને છે કે કોરોના વાયરસથી આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી20 વિશ્વકપ પ્રભાવિત થઈ શકે છે. 

Coronavirus: ઈંગ્લેન્ડના માઇકલ વોનને ડર, 'T20 વિશ્વકપ પણ ટળી શકે છે'

લંડનઃ કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં રમતો પર વિરામ લાગી ગયો છે. જૂન સુધી લગભગ તમામ રમત ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જુલાઈ સુધી મેદાન ફરી ખેલાડીઓથી ભરાય શકે છે. પરંતુ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોન અલગ વિચારે છે. તેમનું કહેવું છે કે કોરોના વાયરસથી આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારો આઈસીસી ટી20 વિશ્વકપ (ICC T20 World Cup 2020) પણ પ્રભાવિત થઈ શકે છે. કોવિડ-19ને કારણે વિશ્વભરમાં 20 હજારથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. તેના કારણે ઓલિમ્પિક સહિત ઘણી મોટી ટૂર્નામેન્ટને રદ્દ અથવા સ્થગિત કરી દેવામાં આવી છે. 

ઈંગ્લેન્ડના માઇકલ વોને ફોક્સ લીગ લાઇવમાં કહ્યું, 'જ્યારે આપણે રમત વિશે વાત શરૂ કરવા ઈચ્છીએ તો તે ધ્યાન રાખવું જોઈએ કે આ સમયે તે પ્રાથમિકતા નથી. આ સમયે વિશ્વમાં ઘણા લોકો જે સમસ્યાનો સામનો કરી રહ્યાં છે તેને પહેલા જોવી જોઈએ. તેમણે ટી20 વિશ્વકપ વિશે કહ્યું, તમારે આશા કરવી જોઈએ કે ત્યાં સુધી બધુ ઠીક થઈ જશે, પરંતુ તમે કંઇ કહી શકો નહીં. તમે જાણતા નથી કે ત્યારે શું સ્થિતિ હશે.'

પૂર્વ કેપ્ટને કહ્યું, આ અભૂતપૂર્વ સમય છે. આપણે જે સલાહ મળી રહી છે તેમાં દરરોજ ફેરફાર થઈ રહ્યાં છે. બે સપ્તાહ પહેલા વિચારી રહ્યાં હતા કે આ ખતરનાક ફ્લૂ છે, બાદમાં અનુભવાયું કે આ વધારે ખરાબ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ કેવિન રોબર્ટ્સે આ પહેલા કહ્યું હતું કે, આશા છે કે ટી20 વિશ્વકપ સામાન્ય પરિસ્થિતિમાં નક્કી સમયે રમી શકાશે. 

કોરોના સામે જંગઃ ધોનીનું યોગદાન 1 લાખ, ફેન્સ થયા ગુસ્સે- આ કેવું દાન?

ઓસ્ટ્રેલિયામાં ફેબ્રુઆરીમાં સફળતાપૂર્વક મહિલા ટી20 વિશ્વકપનું આયોજન થયું હતું. 18થી 23 ઓક્ટોબર ટૂર્નામેન્ટના પ્રી-ક્વોલિફાયર મુકાબલા રમાશે અને ત્યારબાદ 24 ઓક્ટોબરથી 12 ટીમો વચ્ચે મુખ્ય ટૂર્નામેન્ટ રમાવાની છે. આઠ માર્ચે મહિલા ટી20 વિશ્વકપની ફાઇનલ જોવા માટે મેલબોર્નના મેદાન પર રેકોર્ડ 86,000 દર્શકો પહોંચ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news