ENG vs NZ: ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, ભારતીય મૂળના રચિન રવીન્દ્રને મળી તક

ન્યૂઝીલેન્ડે કુલ 20 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ 2 જૂનથી શરૂ થશે. જે ખેલાડી આઈપીએલ રમી રહ્યાં છે તેને મેનેજ કરવામાં આવશે. 
 

ENG vs NZ: ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, ભારતીય મૂળના રચિન રવીન્દ્રને મળી તક

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ (England Cricket Team) ના પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડ (New Zealand Cricket Team) ટેસ્ટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ન્યૂઝીલેન્ડની ટીમમાં બે નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. આ બે નવા ખેલાડીઓમાં ભારતીય મૂળના રચિન રવિન્દ્રનો સમાવેશ થાય છે. આ સિવાય જૈકબ ડફીને પ્રથમવાર ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. આ સિવાય ઓગસ્ટ 2016માં પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમનાર ડગ બ્રેસવેલની પણ વાપસી થઈ છે. 

રચિન રવિન્દ્ર અને જૈકબ ડફી સિવાય ડેવોન કોન્વે પણ ટેસ્ટ ટીમમાં ત્રીજો અનકેપ્ડ પ્લેયર છે. ડેવોન કોન્વેએ લિમિટેડ ઓવર ક્રિકેટમાં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. આ પહેલા ડિસેમ્બર 2020માં રમાયેલી ઘરેલૂ ટેસ્ટ સિરીઝમાં તેને કેપ્ટન કેન વિલિયમસનના કવર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને મેચ રમવાની તક મળી નહીં. 

કોણ છે ભારતીય મૂળનો ખેલાડી
ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડના પ્રવાસ માટે જાહેર કરેલી 20 સભ્યોની ટીમમાં ભારતીય મૂળનો ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર (Rachin Ravindra) પણ સામેલ છે. 21 વર્ષીય રચિન વેલિંગ્ટસન ફાયરબર્ડ્સ  (Wellington Firebirds) તરફથી ઘરેલૂ ક્રિકેટ રમે છે. જો રવીન્દ્ર પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા બનાવવામાં સફળ રહે તો તે ઇશ સોઢી બાદ ટેસ્ટમાં પર્દાપણ કરનાર સૌથી યુવા ટેસ્ટ ખેલાડી બની જશે. સોઢીએ 20 વર્ષની ઉંમરે પર્દાપણ કર્યુ હતું. 

ન્યૂઝીલેન્ડે કુલ 20 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ 2 જૂનથી શરૂ થશે. જે ખેલાડી આઈપીએલ રમી રહ્યાં છે તેને મેનેજ કરવામાં આવશે. તે જોવામાં આવશે કે તેની ટીમો ટૂર્નામેન્ટમાં ક્યારે બહાર થઈ રહી છે. આઈપીએલમાં કેન વિલિયમસન, મિચેલ સેન્ટરન, ટ્રેન્ટ બોલ્ટ, જેમિન્સન રમી રહ્યાં છે. 

આ ટીમમાંથી જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે 15 સભ્યોની પસંદગી કરવામાં આવશે. આ ફાઇનલ મુકાબલો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી રમાશે. 

ન્યૂઝીલેન્ડની ટીમ
કેન વિલિયમસન, ટોમ બ્લંડેલ, ટ્રેન્ટ બોલ્ટ, ડગ બ્રેસવેલ, ડેવોન કોન્વે, કોલિન ડી ગ્રાન્ડહોમ, જૈકબ ડફી, મેટ હેનરી, કાઇલે જેમિન્સન, ટોમ લાથમ, ડેરિલ મિચેલ, હેનરી નિકોલ્સ, એઝાજ પટેલ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટરન, ટિમ સાઉદી, રોસ ટેલર, નીલ વેગનર, બીજે વોટલિંગ અને વિલ યંગ.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news