શાહિદ આફરીદીએ પોતાના જૂઠનો ખુલાસો- મારી ઉંમર તે નથી, જે બધાને ખબર છે

પાકિસ્તાની ક્રિકેટર શાહિદી અફરીદી (Shahid Afridi) તે ક્રિકેટરોમાંથી એક છે, જે પોતાની રમતથી વધુ વિવાદોના કારણે ચર્ચામાં રહ્યો છે. પોતાની ટેવ અનુસાર ફરી એકવાર આ ખેલાડી ક્રિકેટના ઇતર અન્ય કારણોથી ચર્ચામાં છે. આ વખતે તેમણે પોતાના વિશે એક જુઠનો ખુલાસો કર્યો છે. આફરીદીએ પોતાની આત્મકથા 'ગેમ ચેન્જર' (Game Changer) માં સ્વિકાર્યું છે કે તે પોતાના ક્રિકેટ કેરિયરમાં અત્યાર સુધી ઉંમર છુપાવતા આવ્યા છે. તેમણે લખ્યું છે કે સત્તાવાર દસ્તાવેજોમાં તેમની ઉંમર ખોટી છે.  
શાહિદ આફરીદીએ પોતાના જૂઠનો ખુલાસો- મારી ઉંમર તે નથી, જે બધાને ખબર છે

નવી દિલ્હી: પાકિસ્તાની ક્રિકેટર શાહિદી અફરીદી (Shahid Afridi) તે ક્રિકેટરોમાંથી એક છે, જે પોતાની રમતથી વધુ વિવાદોના કારણે ચર્ચામાં રહ્યો છે. પોતાની ટેવ અનુસાર ફરી એકવાર આ ખેલાડી ક્રિકેટના ઇતર અન્ય કારણોથી ચર્ચામાં છે. આ વખતે તેમણે પોતાના વિશે એક જુઠનો ખુલાસો કર્યો છે. આફરીદીએ પોતાની આત્મકથા 'ગેમ ચેન્જર' (Game Changer) માં સ્વિકાર્યું છે કે તે પોતાના ક્રિકેટ કેરિયરમાં અત્યાર સુધી ઉંમર છુપાવતા આવ્યા છે. તેમણે લખ્યું છે કે સત્તાવાર દસ્તાવેજોમાં તેમની ઉંમર ખોટી છે.  

વેબસાઇટ ક્રિકઇંફોના રિપોર્ટ અનુસાર, આફરીદીએ પોતાની આત્મકથામાં લખેલું છે કે તે 1975માં જન્યા હતા, ના કે 1980માં. જોકે પાકિસ્તાનના આ પૂર્વ કેપ્ટને પોતાની જન્મતારીખનો મહિનો અને દિવસ જણાવ્યો નથી. પરંતુ એક વાત સાબિત થઇ ગઇ છે કે આફરીદી અત્યાર સુધી ખોટી ઉંમર સાથે ક્રિકેટ રમી રહ્યા હતા. સત્તાવાર દસ્તાવેજમાં આફરીદીનો જન્મ એક માર્ચ 1980 નોંધાયેલ છે. શાહીદ આફરીદીએ 398 વનડે, 99 ટી20 અને 27 ટેસ્ટ મેચ રમ્યા છે. 

શાહિદ આફરીદીએ 1996માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. ત્યારે તેમની ઉંમર 16  વર્ષની જણાવવામાં આવી હતી. આફરીદીએ પોતાની આત્મકથામાં લખ્યું છે. 'ત્યારે હું રેકોર્ડમાં 19 વર્ષનો હતો ના કે 16 વર્ષનો. મારો જન્મ 1975માં થયો છે. હાં અધિકારીઓએ મારી ઉંમર ખોટી નોંધ હતી.' 

શાહિદ આફરીદીએ આ નિવેદનની સાથે સ્થિતિને વધુ અસ્પષ્ટ કરી દીધી છે. એક તરફ કહી રહ્યા છે કે તેમનો જન્મ 1975માં થયો છે. આ મુજબ જ્યારે તેમણે પર્દાપર્ણ કર્યું ત્યારે તે 20 અથવા 21 વર્ષના હતા. જ્યારે આફરીદી પોતે પોતાના પુસ્તકમાં કહી રહ્યા છે કે તે 19 વર્ષના હતા. 

હવે પ્રશ્ન એ છે કે આફરીદી પોતાના અત્યાર સુધી પોતાની ઉંમરને લઇને ચુપ્પી કેમ સાધી રહ્યા હતા? હવે જ્યારે તેમણે પોતાની સાચી ઉંમરનો ખુલાસો કરી દીધો છે તો શું આઇસીસી આ સંબંધમાં કોઇ નિર્ણય લેશે? આફરીદીએ 2016 ટી20 વર્લ્ડકપ બાદ સંન્યાસ લઇ લીધો છે. તે જોકે ટી20 લીગમાં રમતા આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news