VIDEO : ધોની કરી રહ્યો હતો બેટિંગ, જીવાએ કરી પાપાને હગ કરવાની જીદ

આઈપીએલમાં પંજાબ વિરૂદ્ધ ધોની જે સમયે બેટિંગ કરતો હતો. જીવા પણ  પરિવાર સાથે મેચ જોતી હતી. 

 

VIDEO : ધોની કરી રહ્યો હતો બેટિંગ, જીવાએ કરી પાપાને હગ કરવાની જીદ

નવી દિલ્હીઃ આઈપીએલમાં ચેન્નઈની ટીમ માટે ત્રીજી મેચ ખાસ રહી. પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ આ મેચમાં પંજાબ સામે હારી ગઈ, પરંતુ આ મેચમાં ધોનીએ પ્રશંસકોને ખુશ કરી દીધા. ધોની જ્યારે મેદાનમાં સિક્સ ફટકારતો હતો, તે સમયે તેની પુત્રી જીવા પણ સ્ટેડિયમમાં મેચ જોઈ રહી હતી. આમ તો ધોનીની ત્રણ વર્ષની પુત્રી જીવાના પહેલા ઘણા વીડિયો જોવા મળ્યા છે, પરંતુ આ વીડિયો સુંદર છે. આ વીડિયોમાં જીવા કહી રહી હતી કે પાપાને ગળે લગાવવા છે. 

ધોની જે સમયે બેટિંગ કરી રહ્યો હતો. જીવા પરિવાર સામે મેચ જોતી હતી. આ સમયે તેણે પાપાને હગ કરવાની જીદ શરૂ કરી. એટલું જ નહીં જીવાનો વીડિયો બનાવતો વ્યક્તિએ કહ્યું કે, તે પાપાને લઈને આવે, તે તેને ગળે લગાવવા ઈચ્છે છે. જીવાએ ધોનીને બોલાવ્યો હતો પરંતુ તે સમયે ધોની મેદાનમાં હતો. 

ધોનીએ જીવાનો આ સુંદર વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. તે આ પહેલા પણ જીવાના ઘણા વીડિયો પોસ્ટ કરતો રહે છે, જેને તેના ફેન્સ ખૂબ પસંદ કરે છે. 

A post shared by M S Dhoni (@mahi7781) on

ધોનીની બેટિંગની મજા સ્ટેડિયમમાં બેઠેલા તેના ફેન્સ લેતા રહે છે. ધોનીની પત્ની સાક્ષી પણ તેના શોટ્સ જોઈને તાળીઓ પાડતી નજરે પડી હતી. મેચ દરમિયાન ધોનીની પુત્રી જીવા પણ ડાન્સ કરતી જોવા મળી હતી. જીવા ધોનીની બેટિંગનો આનંદ  માણી રહી હતી. સોશિયલ મીડિયા પર જીવાના ડાન્સનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

— MS Dhoni Fans #Dhoni (@msdfansofficial) April 15, 2018

મહત્વનું છે કે, આ મેચમાં ધોનીએ શાનદાર બેટિંગ કરતા 5 સિક્સ ફટકારી હતી. પરંતુ પંજાબ સામે તેની ટીમનો ચાર રને પરાજય થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news