શનિવારથી પ્રીમિયર બેડમિન્ટન લીગની ચોથી સિઝનનો પ્રારંભ, સાઇના-સિંધુ-મારિન વચ્ચે ટક્કર

પીબીએલ-4મા નવ ટીમોની સાથે શનિવારે મુકાબલા શરૂ થઈ રહ્યાં છે. 

 શનિવારથી પ્રીમિયર બેડમિન્ટન લીગની ચોથી સિઝનનો પ્રારંભ, સાઇના-સિંધુ-મારિન વચ્ચે ટક્કર

મુંબઈઃ વિશ્વની સૌથી મોંઘી બેડમિન્ટ લીગ વોડાફોન પ્રીમિયર બેડમિન્ટ લીગ (પીબીએલ)ની ચોથી સિઝન શનિવારથી શરૂ થઈ રહી છે. અહીં કૈરોલિના મારિન, પીવી સિંધુ અને સાઇના નહેવાલ જેવી દિગ્ગજોની ટીમે છ કરોડની ઈનામી રકમ અને ટ્રોફી માટે એકબીજાને ટક્કર આપતી જોવા મળશે. ગત સિઝનની વિજેતા હૈદરાબાદ હંટર્સની કમાન આ વખતે ફરી સિંધુના હાથમાં છે. એક રીતે સિંધુની આ ઘર વાપસી છે. ગત સિઝનમાં તે ચેન્નઈ સ્મૈશર્સ તરફથી રમી હતી. આ વખતે તેના પર હૈદરાબાદના વિજયી અભિયાનની જાળવી રાખવાની જવાબદારી છે. 

સિંધુએ એક નિદેવનમાં કહ્યું, પોતાની સ્થાનિક ટીમ માટે રમવું ખાસ છે. અમે ડિફેન્ડિંગ ચેમ્પિયન છીએ અને હું જાણું છું કે મારી જવાબદારી જીતના સિલસિલાને જાળવી રાખવાની છે. સિંધુએ પ્રથમ મેચ નવી ટીમ પુણે 7 એસેસનો સામનો કરવાનો છે. આ ટીમની તમાન ગત સિઝનમાં હૈદરાબાદને જીત અપવનાર રિયો ઓલમ્પિકની ગોલ્ડ મેડલ વિજેતા કૈરોલિના મારિનના હાથમાં છે. 

પ્રખમ મેચમાં આમને-સામને થશે સિંધુ-મારિન
પ્રથમ મેચમાં આ બંન્ને દિગ્ગજ આમને-સામને થશે. મારિને એક નિદેવનમાં કહ્યું, મને ભારત આવવુ અને પીબીએલમાં રમવાનું ખૂબ પસંદ છે. બે વર્ષ હૈદરાબાદની સાથે રમવું મારી માટે સારૂ રહ્યું છે અને હવે હું પુણેની સાથે રમવા માટે તૈયાર છું. જ્યાં સુધી સિંધુની સાથે મુકાબલાની વાત છે તો અમે બંન્ને દરેક મેચ જીતવા ઈચ્છીએ છીએ. મારૂ કામ મારી ક્ષમતા મુજબ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે અને નિશ્ચિત રીતે હું તેને કોઈ તક આપીશ નહીં. 

શાનદાર ફોર્મમાં છે સિંધુ
સિંધુએ હાલમાં વર્લ્ડ ટૂર ફાઇનલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. તે શાનદાર ફોર્મમાં છે અને આ કારણે તેની પ્રથમ મેચ રોમાંચક થવાની સંભાવના છે. પુણે આવવાથી આ સિઝનમાં કુલ નવ ટીમો થઈ ગઈ છે. લીગમાં 17 દેશોના કુલ 90 ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે, જેમાં આઠ ખેલાડી વિશ્વ રેન્કિંગમાં ટોપ-8મા સામેલ છે, તો આઠ ખેલાડી ઓલમ્પિક મેડલ વિજેતા છે. 

અમદાવાદ-પુણે પ્રથમવાર કરશે મેચોની યજમાની
23 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટને ભારતીય બેડમિન્ટન સંઘ (બીએઆઈ)ના બેનર હેઠળ સ્પોર્ટ્સલાઇવ આયોજીત કરી રહ્યું છે. લીગની ચોથી સિઝન પાંચ જગ્યાઓ પર રમાશે. અમદાવાદ અને પુણે પ્રથમવાર આ લીગની જયમાની કરશે. ચોથી સિઝનની શરૂઆત પહેલા ભારતીય બેડમિન્ટન સંઘના અધ્યક્ષ હિમાંતા વિસ્બા સરમાએ કહ્યું, પીબીએલ દરેક સિઝનની સાથે મોટુ થઈ રહ્યું થે અને દર્શકો વચ્ચે વધતી તેની હાજરી આ વાતનો પૂરાવો છે. વધુમાં વધુ પ્રતિભા શોધવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલી આ પીબીએલ યુવા ખેલાડીઓને પ્લેટફોર્મ આપવા અને તેને મોટા મંચ માટે તૈયાર કરવામાં મદદગાર સાબિત થયું છે. લીગમાં યુવાનોને વિશ્વ બેડમિન્ટનના મોટા નામોની સાથે કોર્ટ પર રમવાની તક મળે છે, જે આ યુવા ખેલાડીઓ માટે શીખવા માટે મદદગાર સાબિત થઈ છે. 

નોર્થઈસ્ટર્ન વારિયર્સ તરફથી રમશે સાઇના
સિંધુ અને મારિન સિવાય ભારતને લંડન ઓલંમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અપવનાર સાઇના નેહવાલ પર જવાબદારી વધુ હશે કારણ કે તે આ સિઝન નોર્થઈસ્ટર્ન વોરિયર્સની ટીમ તરફથી મેદાનમાં ઉતરી રહી છે. સાઇના પોતાની જવાબદારી સંભાળવા અને ટીમના યુવા ખેલાડીઓની મદદ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. લીગનો પ્રથમ રાઉન્ડમાં મુંબઈમાં રમાશે. ત્યારબાદ લીગ હૈદરાબાદ, પુણે, અમદાવાદ પહોંચશે. સેમી ફાઇનલ અને ફાઇનલ બેંગલુરૂમાં રમાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news