ઈન્દિરા નૂયી બન્યા ICCના પહેલા સ્વતંત્ર મહિલા ડાઇરેક્ટર

પેપ્સીકોની ચેરમેન અને સીઈઓ ઈન્દિરા નૂઈની આતંરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની પહેલી સ્વતંત્ર મહિલા ડાઇરેક્ટર તરીકે પંસદગી થઈ. 

ઈન્દિરા નૂયી બન્યા ICCના પહેલા સ્વતંત્ર મહિલા ડાઇરેક્ટર

દુબઈ: પેપ્સીકોની ચેરમેન અને સીઈઓ ઈન્દિરા નૂઈની આતંરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની પહેલી સ્વતંત્ર મહિલા ડાઇરેક્ટર તરીકે પંસદગી થઈ. નૂઈ જૂન 2018થી બોર્ડ સાથે જોડાવશે. તેમણે આઈસીસીની એક જાહેરાતમાં જણાવ્યું કે આ ભૂમિકા માટે આઈસીસી સાથે જોડાનારી પહેલી મહિલા બનીને હું ખુબ રોમાંચિત છું. બોર્ડ, આઈસીસી ભાગીદારો અને ક્રિકેટરોની સાથે કામ કરવાનો મને ઈન્તેજાર છે. 

આઈસીસી અધ્યક્ષ શશાંક મનોહરે કહ્યું કે એક વધુ સ્વતંત્ર ડાઇરેક્ટર અને તે પણ મહિલાને નિયુક્ત કરવી એ દેશના સંચાલનને વધુ સારું બનાવવાની દિશામાં મહત્વનું પગલું છે. તેમની નિયુક્તિ બે વર્ષ માટે કરવામાં આવી છે. પરંતુ તેમને ફરીથી નિયુક્ત કરવામાં આવી શકે છે. તેઓ સતત છ વર્ષ સુધી આ પદ પર રહી શકે છે. 

નૂયીને વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓમાંથી એક ગણવામાં આવે છે. સ્વતંત્ર મહિલા ડાઇરેક્ટરના પદને આઈસીસીએ ગત વર્ષ જૂનમાં સ્વીકૃતિ આપી હતી. આઈસીસીના ચેરમેન શશાંક મનોહરે કહ્યું કે આઈસીસીમાં નૂયીનું સ્વાગત કરતા અમે ખુબ ખુશ છીએ. નૂયીએ કહ્યું કે ક્રિકેટને હું હંમેશા પસંદ કરું છું. કોલેજ સમયમાં હું રમી હતી. ક્રિકેટ હંમેશાથી ટીમવર્ક, સન્માન અને એક સારો પડકાર આપવાનું શિખવાડે છે. 

— ICC Media (@ICCMediaComms) February 9, 2018

આવી રહી છે ઈન્દિરા નૂયીની કેરિયર સફર...

  • ઈન્દિરા નૂયીનો જન્મ ચેન્નાઈમાં થયો હતો. શિક્ષા ચેન્નાઈમાં થઈ.
  • સાયન્સમાં ગ્રેજ્યુએશન કરનારા ઈન્દિરાએ બાદમાં કોલકાતાની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. ભારતમાં તેમણે કેરિયરની શરૂઆત કરી. 
  • થોડા વર્ષો કામ કર્યા બાદ ઈન્દિરા અભ્યાસ માટે અમેરિકા ગયા અને ત્યાં યેલ સ્કૂલ ઓફ મેનેજમેન્ટથી તેમણે અભ્યાસ કર્યો. 
  • અનેક કંપનીઓમાં કામ કર્યા બાદ 1994માં ઈન્દિરાએ પેપ્સિકોને જોઈન કરી. 38 વર્ષની ઉંમરમાં તેમણે પેપ્સિકોમાં લાંબા ગાળાની નીતિઓ બનાવવાનાં પ્રમુખ તરીકે જોઈન કર્યું. 
  • 10 વર્ષ બાદ વર્ષ 2004માં કંપનીની મુખ્ય ફાઈનાન્સ અધિકારી અને 2006માં તેઓ કંપનીના સીઈઓ બન્યાં. 
  • 60 વર્ષના ઈન્દિરા પેપ્સિકોનું નેતૃત્વ કરનારા પહેલવહેલા મહિલા ઉપરાંત પહેલા વિદેશી હતાં. 2006 બાદથી તેઓ દુનિયાની શક્તિશાળી મહિલાઓની સૂચિમાં સામેલ રહી છે. 
  • વર્ષ 2007માં તેમને પદ્મભૂષણ સન્માન આપવામાં આવ્યું હતું. 
  • ઈન્દિરાની બહેન ચંદ્રિકા ટંડનને 2001માં ગ્રેમી એવોર્ડ માટે નામાંકન મળેલું છે.

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news