હાર બાદ છલકાયા સાનિયા મિર્ઝાના આંસુ, જણાવ્યું ક્યારે લેશે સન્યાસ

સાનિયા અને બોપન્નાની જોડીએ બ્રાઝીલની લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસે 6-7, 2-6ના અંતરથી હરાવ્યો હતો. ફાઈનલ મુકાબલામાં હાર બાદ બોલતા સાનિયા ખૂબ જ ભાવુક થઈ ગઈ અને આંસૂ નથી રોકી શકી

હાર બાદ છલકાયા સાનિયા મિર્ઝાના આંસુ, જણાવ્યું ક્યારે લેશે સન્યાસ

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને પોતાના છેલ્લા ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. સાનિયાએ પહેલા જ એલાન કરી દીધું હતું કે ઓસ્ટ્રેલિયન ઓપન તેનું આખરી ગ્રાન્ડ સ્લેમ હશે. આ ટૂર્નામેન્ટમાં તેણે બે વિભાગમાં ભાગ લીધો હતો. મહિલા યુગલમાં સાનિયાએ કઝાખસ્તાનની અન્ના દાનિલિના સાથે જોડી બનાવી હતી. જો કે તેઓ બીજા રાઉન્ડમાં બહાર થઈ ગયા હતા. જ્યારે મિક્સ્ટ ડબલ્સમાં સાનિયા અને રોહન બોપન્નાએ કમાલ કર્યો અને ફાઈનલમાં જગ્યા બનાવી. જો કે, ફાઈનલમાં હાર સાથે તેનું છેલ્લા ગ્રાન્ડ સ્લેમમાં ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું છે.

સાનિયા અને બોપન્નાની જોડીએ બ્રાઝીલની લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસે 6-7, 2-6ના અંતરથી હરાવ્યો હતો. ફાઈનલ મુકાબલામાં હાર બાદ બોલતા સાનિયા ખૂબ જ ભાવુક થઈ ગઈ અને આંસૂ નથી રોકી શકી. જો કે, જલ્દી તેણે પોતાની લાગણીઓ પર કાબૂ મેળવ્યો અને તેણે પોતાની વાત પુરી કરી.

We love you, Sania ❤️@MirzaSania#AusOpen#AO2023 pic.twitter.com/E0dNogh1d0

— #AusOpen (@AustralianOpen) January 27, 2023

સાનિયાએ ભાવુક થતા કહ્યું કે, "હું હજી બે ટૂર્નામેન્ટ રમવાની છું. મારા કરિયરની શરૂઆત મેલબર્નમાં જ થઈ હતી. 2005માં ત્રીજા રાઉન્ડમાં સેરેના વિલિયમ્સ સામે રમી હતી. એ સમયે હું 18 વર્ષની હતી. હું ભાગ્યશાળી છું કે હું વારંવાર અહીં આવવામાં સફળ રહી. આ સાથે જ  મે અહીં અનેક સારા ફાઈનલ રાઉન્ડ રમ્યા. રોડ લેવર મારા જીવનમાં ખાસ રહ્યો. ગ્રેંડ સ્લેમમાં પોતાનું કરિયર સમાપ્ત કરવા માટે હું આનાથી સારી અરેના નહોતી વિચારી શકતી. મને ઘર જેવો અનુભવ કરાવવા માટે ધન્યવાદ."

ઓસ્ટ્રેલિયન ઓપન 2023માં ફાઈનલ પહેલા માત્ર એક જ સેટમાં હારનારી સાનિયા અને રોહનની જોડી ફાઈલનમાં લયમાં જ જોવા મળી. પહેલા સેટમાં બંને વચ્ચે સંઘર્ષ થયો. પરંતુ અંતમાં બ્રાઝિલની જોડીએ 7-6થી સેટ જીત્યો. આશા હતી કે સાનિયા અને રોહન બીજા સેટમાં કમબેક કરશે. પરંતુ એવું ન થયું અને બીજો સેટ તેઓ 6-2ના મોટા અંતરથી જીતી ગયા. જો કે, હવે સાનિયાને બે મોટા ટૂર્નામેન્ટ રમવાના બાકી છે. એવાંમાં તેની સાથે જીત સાથે કરિયરને વિરામ આપવાનો મોકો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news