સેરેનાએ 2017 બાદ જીત્યું પ્રથમ ટાઇટલ, દાન કરી ઈનામની રકમ

23 ગ્રાન્ડસ્લેમ જીતી ચુકેલી અમેરિકાની સેરેના વિલિયમ્સે ટૂર્નામેન્ટની ઈનામી રકમ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગના પીડિતોને દાન કરી જે આશરે 30 લાખ રૂપિયા છે. 
 

સેરેનાએ 2017 બાદ જીત્યું પ્રથમ ટાઇટલ, દાન કરી ઈનામની રકમ

ઓકલેન્ડઃ અમેરિકાની દિગ્ગજ મહિલા ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે (Serena Williams) રવિવારે ડબ્લ્યૂટીએ ઓકલેન્ડ ક્લાસિક (Auckland Open) ફાઇનલમાં પોતાના દેશની ખેલાડી જેલિકા પેલુગાને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું છે. સેરેનાએ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યા બાદ ઈનામમાં મળેલી રકમ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગના પીડિતોને દાન કરી દીધી છે. 

સેરેનાએ આ રીતે ત્રણ વર્ષ બાદ ટાઇટલ જીત્યું છે અને આ મહિને શરૂ થનારા વર્ષના પહેલા ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન માટે આશા વધારી દીધી છે, જેમાં તે માર્ગરેટ કોર્ટના 24 ગ્રાન્ડસ્લેમ ટાઇટલની બરાબરી કરવાનો પ્રયત્ન કરશે. સેરેનાએ પુલેગાને સતત સેટમાં  6-3, 6-4થી પરાજય આપી 2017માં મેબલોર્નમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં હાસિલ કરેલા ટાઇટલ બાદ પ્રથમ ડબ્લ્યૂટીએ ટ્રોફી જીતી અને માતા બન્યા બાદ આ તેનું પ્રથમ ટાઇટલ છે. 

તેનાથી તેણે 43,000 (આશરે 30 લાખ રૂપિયા) અમેરિકન ડોલરનો ચેક મળ્યો જે તેણે ઓસ્ટ્રેલિયા માટે રાહત કોષમાં દાનમાં આપી દીધો છે. સેરેનાએ કૈરોલિના વોજ્નિયાકીની સાથે ડબલ્સના ફાઇનલમાં પણ પ્રવેશ કર્યો હતો પરંતુ તેને અમેરિકાની આસિયા મુહમ્મદ અને ટેલર ટાઉનસેન્ડ વિરુદ્ધ 4-6, 4-6થી હારનો સામનો કરવો પડ્યો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news