સૌરવ ગાંગુલીએ ધોનીને થાળીમાં સજાવીને આપી વિનિંગ ટીમઃ કૃષ્ણમાચારી શ્રીકાંત

 શ્રીકાંતે કહ્યુ, ગાંગુલીએ ખુબ મુશ્કેલ સમયમાં કેપ્ટનશિપ સંભાળી. તેમણે ભારતીય ક્રિકેટમાં ફેરફારની પ્રક્રિયાને શરૂ કરી. તેમણે ભારતીય ટીમની માનસિકતાને બદલી નાખી હતી. 
 

સૌરવ ગાંગુલીએ ધોનીને થાળીમાં સજાવીને આપી વિનિંગ ટીમઃ કૃષ્ણમાચારી શ્રીકાંત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કૃષ્ણમનચારી શ્રીકાંત  (Krishnamachari Srikanth)એ કહ્યુ કે, સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ મજબૂત ભારતીય ટીમનો આધાર રાખ્યો હતો. તેમણે કહ્યુ કે, ગાંગુલીએ એક મજબૂત કોમ્બિનેશન મહેન્દ્ર સિંહ ધોની  (MS Dhoni)ને થાળીમાં સજાવીને આપી છે. તેમણે કહ્યુ કે, ગાંગુલીએ ભારતીય ટીમની માનસિકતા અને રમતના વલણને બદલ્યું હતું. 

સ્ટાર સ્પોર્ટસના શો ક્રિકેટ કનેક્ટેડમાં શ્રીકાંત સિવાય ગૌતમ ગંભીર, ગ્રીમ સ્મિથ અને કુમાર સાંગાકારા હાજર હતા.આ બધા ખેલાડી ભારતીય ક્રિકેટમાં આવેલા ફેરફાર અને સૌરવ ગાંગુલી અને એમએસ ધોની દ્વારા છોડવામાં આવેલા વારસા પર ચર્ચા કરી રહ્યાં હતા. શ્રીકાંતે કહ્યુ કે, ગાંગુલી ભારતીય ક્રિકેટના વલણને બદલનાર કેપ્ટન હતા. 

તેમણે કહ્યુ, ગાંગુલીએ ખુબ મુશ્કેલ સમયમાં કેપ્ટનશિપ સંભાળી. તેમણે ભારતીય ક્રિકેટમાં ફેરફારની પ્રક્રિયાને શરૂ કરી. તેમણે ભારતીય ટીમની માનસિકતાને બદલી નાખી હતી. 

વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવી રચ્યો ઈતિહાસ, કોરોના કાળ બાદ પ્રથમ જીત મેળવી  

ગૌતમ ગંભીરનું કહેવુ હતુ કે ધોનીએ વિરાટ કોહલી માટે વધુ ક્વોલિટી પ્લેયર ન છોડ્યા. તેમણેકહ્યુ કે, ખુદ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ સિવાય ધોનીએ વારસામાં કોહલીને વધુ ખેલાડી આપ્યા નથી. ગંભીરે કહ્યુ, એમએસ ધોનીએ કોહલીને વધુ ક્વોલિટી પ્લેયર ન આપ્યા. બસ ખુદ કોહલી, રોહિત શર્મા કે બુમરાહ સિવાય ખેલાડી નથી, જે તમને ટૂર્નામેન્ટમાં જીત અપાવી શકે.

આ પૂર્વ લેફ્ટહેન્ડર બેટ્સમેને કહ્યુ કે, બીજીતરફ સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમ માટે ઘણા ખેલાડી તૈયાર કર્યા. તેમણે કહ્યુ, ગાંગુલીને જુઓ તેમણે ભારતીય ક્રિકેટને યુવરાજ સિંહ, હરભજન સિંહ, ઝહીર ખાન, સહેવાગ જેવા ખેલાડી આપ્યા છે. 

ગંભીરે કહ્યુ, તો જો સૌરવ ગાંગુલીને મળ્યું અને તેમણે એમએસ ધોનીને આપ્યુ તે તેનાથી વધુ હતુ, જો ધોનીને મળ્યુ અને જે તેણે વિરાટ કોહલીને આપ્યું. ગંભીરે કહ્યુ કે, ઝહીર ખાનને પણ ગાંગુલીએ મેન્ટોર કર્યો અને જે ધોની માટે મોટો હથિયાર સાબિત થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news