પાકિસ્તાન સામે જીત બાદ કેવો હતો ઈન્ડિયન ટીમના ડ્રેસિંગ રૂમનો માહોલ, સામે આવ્યો વીડિયો

IND vs PAK: ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ ઈતિહાસમાં સતત આઠમી વખત પાકિસ્તાનને હરાવ્યું. આ જીત બાદ ભારતીય ખેલાડીઓએ જોરશોરથી ઉજવણી કરી, જેનો વીડિયો BCCIએ શેર કર્યો છે.

પાકિસ્તાન સામે જીત બાદ કેવો હતો ઈન્ડિયન ટીમના ડ્રેસિંગ રૂમનો માહોલ, સામે આવ્યો વીડિયો

Team India Celebration: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરને શનિવારના રોજ રમાયેલ હાઈવોલ્ટેજ મેચમાં ભારતે આસાનીથી પાકિસ્તાનની પરાસ્ત કર્યું. 40 ઓવરની અંદર જ ભારતે પાકિસ્તાનની ટીમને 191 તંબુ ભેગી કરી દીધી હતી. પાકિસ્તાને આપેલા 192 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે રોહિત શર્માએ 86 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ પછી શ્રેયસ અય્યરના અણનમ 53 રનની મદદથી ટીમે મેચ જીતી લીધી હતી. આ જીત બાદ ભારતે જબરદસ્ત ઉજવણી કરી હતી. જેમાં ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં કેવો માહોલ હતો તે અંગેની વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભારત મેચ જીત્યુ ત્યારે સ્ટેડિયમમાં માહોલ પણ જોવા જેવો હતો. આખા સ્ટેડિયમમાં વંદે માતરમની ગૂંજ સંભળાઈ રહી હતી. એ સાથે સવા લાખ લોકોએ વંદે માતરમ ગીત ગાઈને આ જીતને વધાવી લીધી હતી. ત્યાર બાદ ડ્રેસિંગ રૂમમાં પહોંચીને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પોતાના અંદાજમાં આ જીતનું સેલિબ્રેશન કર્યું હતું. BCCIએ જીત બાદ ભારતીય ડ્રેસિંગ રૂમનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં દરેક લોકો હસતા અને મજાક કરતા જોવા મળે છે. કોહલી પણ ખૂબ મસ્તી કરતો જોવા મળ્યો હતો.

 

From the dugout to the dressing room to the streets of Ahmedabad - Scenes post India's win over Pakistan! 👏👏#CWC23 | #TeamIndia | #INDvPAK | #MeninBlue

WATCH 🔽

— BCCI (@BCCI) October 15, 2023

 

BCCIએ વીડિયો શેર કર્યો છે-
BCCIએ ભારતીય ખેલાડીઓના ડ્રેસિંગ રૂમનો વીડિયો શેર કર્યો છે જેમાં દરેક લોકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. પાકિસ્તાન સામે જીત નોંધાવ્યા બાદ ટીમ ઈન્ડિયાનું વાતાવરણ કેટલું ખુશ છે. તેનો અંદાજ વીડિયો જોઈને લગાવી શકાય છે. ડ્રેસિંગ રૂમમાં હાજર ખેલાડીઓ અને સ્ટાફે એકસાથે તાળીઓ પાડી. આ દરમિયાન કોહલીની અલગ જ સ્ટાઈલ જોવા મળી હતી. તે સોફા પર માથું પકડીને બેઠેલો જોવા મળ્યો હતો. ખેલાડીઓએ ચાહકોને નિરાશ ન કર્યા અને જ્યાં પણ તક મળી ત્યાં પ્રતિક્રિયાઓ આપી. વિડીયો જુઓ.

ભારતનો સતત 8મો વર્લ્ડ કપ વિજય-
વર્લ્ડ કપના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન સામે આ આઠમી જીત છે. અત્યાર સુધી પાકિસ્તાન વર્લ્ડ કપમાં ભારતથી એક પણ મેચ જીતી શક્યું નથી. ટીમ ઈન્ડિયાએ વર્તમાન વર્લ્ડ કપમાં જીતની હેટ્રિક લગાવી છે. આ સાથે તેણે પોઈન્ટ ટેબલમાં નંબર-1નું સ્થાન હાંસલ કર્યું છે. ટીમ ઈન્ડિયા માટે આગામી ત્રણ મેચ આસાન નથી. હવે પછીનો મુકાબલો 18મી ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે થશે, ત્યારબાદ અમારો સામનો ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ જેવી ઘાતક ટીમો સામે થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news