હનિમૂન અને કિક્રેટના ફેન્સના લઈને થયો અત્યંત રસપ્રદ સરવે, રિઝલ્ટ પણ છે ચોંકાવનારું

કહેવાય છે કે, ભારતમાં ક્રિકેટ (Indian Cricket) એક ધર્મ છે અને ક્રિકેટરને તેમના ફેન્સ (Indian Cricket Fans) ભગવાનની જેમ પૂજે છે. આ દેશમાં ક્રિકેટ (Cricket)ની દીવાનગીને સાબિત કરવા માટે એક સરવે થયો છે. જેમાં સામે આવ્યું કે અનેક ભારતીય ફેન્સ પોતાનું હનિમૂન એટલા માટે કેન્સલ કરે છે કે, કોઈ ક્રિકેટ મેચની ફાઈનલ છે. આ રિસર્ચમાં વાત સામે આવી છે કે, ભારતીય રમતોના ફેન્સ બહુ જ આશાવાદી છે અને રમતને મુસાફરી દરમિયાન બહુ જ વધુ અસર કરે છે.
હનિમૂન અને કિક્રેટના ફેન્સના લઈને થયો અત્યંત રસપ્રદ સરવે, રિઝલ્ટ પણ છે ચોંકાવનારું

મુંબઈ :કહેવાય છે કે, ભારતમાં ક્રિકેટ (Indian Cricket) એક ધર્મ છે અને ક્રિકેટરને તેમના ફેન્સ (Indian Cricket Fans) ભગવાનની જેમ પૂજે છે. આ દેશમાં ક્રિકેટ (Cricket)ની દીવાનગીને સાબિત કરવા માટે એક સરવે થયો છે. જેમાં સામે આવ્યું કે અનેક ભારતીય ફેન્સ પોતાનું હનિમૂન એટલા માટે કેન્સલ કરે છે કે, કોઈ ક્રિકેટ મેચની ફાઈનલ છે. આ રિસર્ચમાં વાત સામે આવી છે કે, ભારતીય રમતોના ફેન્સ બહુ જ આશાવાદી છે અને રમતને મુસાફરી દરમિયાન બહુ જ વધુ અસર કરે છે.

બદલાઈ રહ્યો છે Statue of Unity નો કલર, કરાઈ રહ્યું છે આ ખાસ કામ

સફર પર અસર
આ રિસર્ચમાં સામે આવ્યું કે, 44 ટકા ભારતીય રમતોના શોખીનોને લાગે છે કે, તેમની નેશનલ ટીમ કે પ્લેયર આગામી સાત ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ જીતવામાં સફળ થશે. તો દુનિયાભરના ફેન્સ આ મામલામાં માત્ર 34 જ વિચારે છે. આર રિસર્ચ માટે એક ડિજીટલ પ્લેટફોર્મ દ્વારા સરવે કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય સ્પોર્ટસ ફેન્સની મેચ અને મુસાફરી પર શું અસર થાય છે તે જાણવા મળ્યું.

લોકો વધુ આશાવાદી છે
આ સરવે અનુસાર, પોતાની ટીમ કોઈ ટુર્નામેન્ટમાં જીતવાની આશાની સાથે સૌથી વધુ આશાવાદી ફુટબોલના ફેન્સ છે. જ્યારે કે ક્રિકેટના ફેન તેનાથી પાછળ છે. 88 ટકા લોકોને ક્રિકેટ ફેન્સને લાગી છે કે, તેમની ટીમ કે પ્લેયર આગામી વર્ષમાં કોઈ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ જીતશે અને 79 ટકા ફૂટબોલ ફેન્સને પણ એવું લાગે છે.

VIDEO: સૈફની દીકરી સારાને થયો કડવો અનુભવ, એકદમ નજીક આવી ગયો એક શખ્સ, અને...

હનિમૂન પણ કેન્સલ કરવા તૈયાર
આ રિસર્ચમાં જાણવા મળ્યું કે, 42 ટકા ભારતીયો પોતાના પ્રિય ખેલને ફાઈનલમાં જોવા માટે પોતાની નોકરી પણ દાવ પર લગાવવા તૈયાર રહે છે. જ્યારે કે 42 ટકા પોતાનું હનિમૂન કેન્સલ કરી દે છે, જો એ સમય દરમિયાન તેમની ફેવરિટ ટીમ કે ફેવરિટી પ્લેયરની કોઈ મોટી મેચ હોય તો. આ મામલામાં દુનિયાભરમાં તેઓ માત્ર 19 ટકા છે.

એક વર્ષમાં મુસાફરી
મોટાભાગના ભારતીય ફેન્સ પોતાની ટીમની લાઈવ મેચ જોવા માટે મુસાફરી કરવાની બાબતને પ્રાથમિકતા આપે છે. સરવે અનુસાર, 82 ટકા ભારતીયોએ ગત વર્ષે 1-5 જેટલા પ્રમાણમાં મુસાફરી કરી હતી. જ્યારે કે, 6-10 મુસાફરી કરવા માટે ભવિષ્યમાં યોજનાઓ બનાવી રહ્યાં છે. 37 ટકા લોકોનું માનવુ છે કે, તેઓ પરિવારની સાથે રજા પર જવાના બદલે ગેમ જોવા માટે મુસાફરી કરવાનું વધુ પસંદ કરશે.

કઈ ગેમ માટે કેટલી મુસાફરી
આ રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે, ભારતીય ફેન્સમાં 86 ટકા ક્રિકેટ માટે, 51 ટકા ફૂટબોલ માટે, 31 ટકા હોકી માટે અને 18 ટકા મોટરસ્પોર્ટસ માટે મુસાફરી કરવામાં આવે છે. આ રિસર્ચમાં 18 વર્ષની ઉંમરથી વધુ એવા 29 ઈન્ટરનેશનલ માર્કેટના 22603 સ્પોર્ટસ ફેન્સ સાથે વાત કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news