વિશ્વકપ ગુમાવ્યા બાદ જિમી નીશામનો ભાવુક સંદેશ, લખ્યું- બેકિંગ પસંદ કરો, સ્પોર્ટ્સ નહીં

ન્યૂઝીલેન્ડે આઈસીસી વિશ્વ કપ-2019ની ફાઇનલમાં હાર્યા બાદ ઓલરાઉન્ડર જિમી નીશામ ખુબ દુખી જોવા મળ્યો હતો. તેણે વિશ્વકપની ટ્રોફી ગુમાવ્યા બાદ સોશિયલ મીડિયા પર ઇમોશનલ મેસેજ લખ્યો છે. 
 

વિશ્વકપ ગુમાવ્યા બાદ જિમી નીશામનો ભાવુક સંદેશ, લખ્યું- બેકિંગ પસંદ કરો, સ્પોર્ટ્સ નહીં

લંડનઃ ન્યૂઝીલેન્ડ આઈસીસી વિશ્વ કપ-2019ની ફાઇનલમાં હાર્યા બાદ ઓલરાઉન્ડર જિમી નીશામ ખુબ દુખી જોવા મળ્યો છે. ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર સુપર ઓવર સુધી ગયેલા મુકાબલામાં યજમાન ઈંગ્લેન્ડે વધુ બાઉન્ડ્રી મારવાના આધારે જીતી લીધો હતો. નીશામ સુપર ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ પોતાની ટીમને જીત ન અપાવી શક્યો. કીવી ટીમે 241 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડે પણ એટલા રન બનાવી મેચ ટાઈ કરી હતી. 

સુપર ઓવર પણ ટાઈ રહ્યાં બાદ બાઉન્ડ્રીના આધાર પર ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. નીશામે મેચ બાદ ટ્વીટ કર્યું, આ દુખદ છે. આશા છે કે આગામી દશકમાં એક કે બે દિવસ એવા હશે જ્યારે હું મેચની અંતિમ અડધી કલાક વિશે ન વિચારું. ઈંગ્લેન્ડને શુભકામનાઓ, તે જીતના હકદાર હતા. 

— Jimmy Neesham (@JimmyNeesh) July 15, 2019

નીશામે કહ્યું, 'આજે જે સમર્થન આવ્યા તેનો આભાર. અમે તમને મેચ દરમિયાન સાંભળી શકતા હતા. માફ કરજો, અમે તમારી ઈચ્છા પૂરી ન કરી શક્યા.'

— Jimmy Neesham (@JimmyNeesh) July 14, 2019

અંતમાં તેણે બાળકોને આ રમત ન પસંદ કરવાની સલાહ આપતા કહ્યું, 'બાળકો રમતની પસંદગી ન કરવી. બેકિંગ કે બીજું કંઇ પસંદ કરો અને 60ની ઉંમરમાં મોટા અને ખુશ થઈને દુનિયામાંથી જાઓ.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news