US OPEN: નડાલ પાંચમી વખત ફાઇનલમાં, મેદવેદેવ સામે ટક્કર

સ્પેનના 33 વર્ષીય ખેલાડી રાફેલ નડાલે સેમિફાઇનલમાં ઇટાલીના માતિયો બેરેટિનીને 7-6, 6-4, 6-1થી હરાવીને પાંચમી વખત યૂએસ ઓપનની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 

US OPEN: નડાલ પાંચમી વખત ફાઇનલમાં, મેદવેદેવ સામે ટક્કર

ન્યૂયોર્કઃ સ્પેનના દિગ્ગજ રાફેલ નડાલે પોતાના કરિયરના 19મા ગ્રાન્ડસ્લેમ ટાઇટલ નજીક પહોંચી ગયો છે. તેણે સેમિફાઇનલમાં ઇટાલીના માતિયો બેરેટિનીને હરાવીને પાંચમી વખત યૂએપ ઓપનના ફાઇનલ મુકાબલામાં જગ્યા બનાવી લીધી છે. 33 વર્ષના નડાલે બેરેટિનીની 7-6, 6-4, 6-1થી પરાજય આપ્યો છે. 

ફાઇનલમાં નડાલની ટક્કર રૂસના દાનિલ મેદવેદેવ સામે થશે જેણે બુલ્ગારિયાના ગ્રિગોર ગિમિત્રોવને 7-6, 6-4, 6-3થી પરાજય આપ્યો હતો. નડાલ જો ટાઇટલ જીતવામાં સફળ થશે તો તે પોતાના કરિયરમાં ચોથીવાર યૂએસ ઓપનમાં ચેમ્પિયન બનશે. 

નડાલથી વધુ ગ્રાન્ડસ્લેમ સ્વિટ્ઝર્લેન્ડના દિગ્ગજ રોજર ફેડરર (20) જીત્યા છે. સ્પેનિશ સ્ટારે કહ્યું, 'એકવાર ફરી યૂએસ ઓપનની ફાઇનલમાં પહોંચવાથી ખુશ છું. ઘણું મહત્વ રાખે છે, અહીં આવવું કારણ કે આ સિઝનની શરૂઆતમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.'

નડાલે હિપ ઇંજરીમાંથી બહાર આવતા પોતાના કરિયરમાં 12મી વખત ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ કબજે કર્યું હતું. નડાલના કરિયરમાં આ 27મી ગ્રાન્ડસ્લેમ ફાઇનલ છે. તેણે પાછલા મહિના મોન્ટ્રિયલ ઓપનની ફાઇનલમાં મેદવેદેવને હરાવ્યો હતો. 23 વર્ષના મેદવેદેવની આ પ્રથમ ગ્રાન્ડસ્લેમ ફાઇનલ છે. 

રૂસના ખેલાડી મેદવેદેવે કહ્યું, 'જ્યારે હું ન્યૂયોર્ક આવી રહ્યો હતો, મેં ક્યારેય વિચાર્યું નહતું કે આ સફર આટલી સારી રહેશે. ખુબ ખુશ છું કે ફાઇનલમાં જગ્યા બનાવી શક્યો. મારે કહેવું પડશે- આઈ લવ અમેરિકા.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news