US Open: રાફેલ નડાલે રચ્યો ઇતિહાસ, રશિયાના મેદવેદેવને હરાવી જીત્યો ચોથો ખિતાબ

સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રાફેલ નડાલ એ ચૌથી વખત યૂએસ ઓપન ખિતાબ જીત્યો છે. તેણે રવિવારે થયેલી ફાઇનલ મેચમાં રશિયાના દાનિલ મેદવેદેવને ટક્કર આપતા 7-5, 6-3, 5-7, 4-6, 6-4થી હરાવ્યો હતો. આ નડાલનો 19મો ગ્રેન્ડ સ્લેમ ખિતાબ છે

US Open: રાફેલ નડાલે રચ્યો ઇતિહાસ, રશિયાના મેદવેદેવને હરાવી જીત્યો ચોથો ખિતાબ

ન્યૂયોર્ક (અમેરિકા): સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રાફેલ નડાલ એ ચૌથી વખત યૂએસ ઓપન ખિતાબ જીત્યો છે. તેણે રવિવારે થયેલી ફાઇનલ મેચમાં રશિયાના દાનિલ મેદવેદેવને ટક્કર આપતા 7-5, 6-3, 5-7, 4-6, 6-4થી હરાવ્યો હતો. આ નડાલનો 19મો ગ્રેન્ડ સ્લેમ ખિતાબ છે. આ પહેલા તેણે 2010, 2013 અને 2017 યૂએસ ઓપનનો ખિતાબ જીત્યો હતો. આ નડાલનો આ વર્ષે બીજો ગ્રેન્ડ સ્લેમ ખિતાબ છે. આ પહેલા તે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ પણ જીતી ચુક્યો છે.

પાચંમી માન્યતા પ્રાપ્ત રશિયાના 23 વર્ષીય દાનિલ મેદવેદેવે નડાલને 4 કલાક 51 મીનિટ ચાલેલી મેચમાં સખત ટક્કર આપી હતી. પહેલા સેટમાં મેદવેદેવે 33 વર્ષી નડાલને સરળતાથી જીત હાંસલ કરવા દીધી નહીં. ત્યારબાદ બીજા સેટમાં નડાલે 6-3 થી જત્યો. અહીંથી પોતાના પ્રથમ યૂએસ ઓપન પર નરજ રાખેલા મેદવેદેવે વાપસી કરી અને આગામી બે સેટ 7-5 અને 6-4થી જીત્યો, પરંતુ છેલ્લા સેટમાં નડાલે શાનદાર પ્રદર્શન દેખાડ્યું અને 6-4થી સેટ જીતી ખિતાબ પોતાના નામે કર્યો હતો.

નડાલે સેમીફાઇનલમાં ઇટલીના મૈતિયો બેરેટિનીને સીધા સેટોંમાં 7-6, 6-4, 6-1થી હરાવી ફાઇનલમાં ફ્રવેશ કર્યો હતો. ત્યારે મેદવેદેવે ગ બુલ્ગારિયાના ગ્રિગોર દિમિત્રોવને 7-6, 6-4, 6-3થી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. મેચ જીત્યા હાજ નડાલ ઉજવણી કરતા કરતા કોર્ટ પર સુઇ ગયો હતો. મેચ બાદ નડાલે કહ્યું, આ મારા કરિયરની સૌથી ભાવુક રાતોમાંથી એક છે. આ એક શાનદાર ફાઇનલ રહી છે. આઆ મેચ સંપૂર્ણ રીતે ક્રેઝી હતી.

The 🇪🇸 gets past Medvedev in 4 hours and 51 minutes to win his second Grand Slam title of 2019.@RafaelNadal | #USOpen pic.twitter.com/lSx14Cn5Ik

— US Open Tennis (@usopen) September 9, 2019

ફેડરરથી માત્ર એક પગલું દૂર છે નડાલ
નડાલ હવે સૌથી વધારે ગ્રેન્ડ સ્લેમ જીતવાના રેકોર્ડથી માત્ર એક પગલું દુર છે. આ રેકોર્ડ હાલ સ્વિટ્ઝરલેન્ડના રોડર ફેરરના નામે છે. આ યાદીમાં ત્રીજા નંબર પર નોવાક જોકોવિચ 16 જીતની સાથે છે. ત્યારબાદ 14 ગ્રેન્ડ સ્લેમની સાથે પીટ મૈમપ્રાસ ચોથા સ્થાને છે. ક્લે કાર્ટના બાદશાહ માનવામાં આવતો રાફેલ આ પહેલા આ વર્ષે ફ્રેન્ચ ઓપન ખિતાબ પણ જીતી ચુક્યો છે. તેણે 2005થી 2008, 2010થી 2014 અને 2017થી 2019 સુધી ફ્રેન્ચ ઓપનના પુરષ સિંગલ ખિતાબ જીત્યા છે.

આ પહેલા શનિવારે મહિલા સિંગલ ફાઇનલમાં કેનેડાની બિયાંકા એન્ડ્રેસ્ક્યૂએ સેરેના વિલિયમ્સને હરાવી તેનો પ્રથમ ગ્રેન્ડ સ્લેમ ખિતાબ જીત્યો હતો. બિયાંકાએ સેરેના વિલિયમ્સને સીધા સેટોંમાં 6-3, 7-5થી હરાવી હતી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news