Virat vs Gambhir: ગૌતમ ગંભીર સાથે ઝઘડા બાદ વિરાટ કોહલીએ લીધુ મોટું પગલું, જાણો શું કર્યું

Virat Kohli vs Gautam Gambhir Fight: પહેલી મેના રોજ આઈપીએલ 2023ની 43મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને લખનઉ સુપર જાયન્ટ્સના મેન્ટોર ગૌતમ ગંભીર મેદાન પર બાખડી પડ્યા હતા. બંને વચ્ચે ભયંકર ઝઘડો જોવા મળ્યો હતો. જ્યારે વિરાટ  કોહલી આ મેચ દરમિયાન નવીન ઉલ હક સાથે પણ લડી પડ્યો હતો.

Virat vs Gambhir: ગૌતમ ગંભીર સાથે ઝઘડા બાદ વિરાટ કોહલીએ લીધુ મોટું પગલું, જાણો શું કર્યું

Virat Kohli vs Gautam Gambhir Fight: પહેલી મેના રોજ આઈપીએલ 2023ની 43મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને લખનઉ સુપર જાયન્ટ્સના મેન્ટોર ગૌતમ ગંભીર મેદાન પર બાખડી પડ્યા હતા. બંને વચ્ચે ભયંકર ઝઘડો જોવા મળ્યો હતો. જ્યારે વિરાટ  કોહલી આ મેચ દરમિયાન નવીન ઉલ હક સાથે પણ લડી પડ્યો હતો. આ વિવાદ હજુ સુધી પૂરો થયો નથી. આ લડાઈના 5 દિવસ બાદ કોહલીએ એક મોટું પગલું ભર્યું છે. 

લડાઈ બાદ વિરાટે લીધુ મોટું પગલું
દૈનિક જાગરણના એક રિપોર્ટ મુજબ વિરાટ કોહલીએ આ વિવાદના 5 દિવસ બાદ બીસીસીઆઈને એક પત્ર લખ્યો છે જેમાં કહ્યું છે કે તેમની કોઈ ભૂલ નહતી. અત્રે જણાવવાનું કે લડાઈ બાદથી BCCI એ કોહલી અને ગંભીર પર મેચ ફીના 100 ટકા અને નવીન પર 50 ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો હતો. આવામાં કોહલીને 1 કરોડ 7 લાખ રૂપિયાનું નુકસાન થયું અને ત્યારબાદ કોહલીએ આ મુદ્દે BCCI ને પત્ર લખતા કહ્યું કે તે દિવસે નવીન ઉલ હક અને ગૌતમ ગંભીર સાથે વિવાદ દરમિયાન તેણે બંનેને કશું ખોટું કહ્યું નહતું. આ સાથે જ કિંગ કોહલીએ પોતાના પત્રમાં નવીન ઉલ હકની ફરિયાદ પણ કરી છે. 

મેદાન પર થઈ હતી ફાઈટ
અત્રે જણાવવાનું કે આ મેચમાં બેંગ્લુરુ ટીમે જીત માટે લખનઉને 127 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ તેના જવાબમાં કેએલ રાહુલની કેપ્ટનશીપવાળી લખનઉની ટીમ ફક્ત 108 રન કરીને આઉટ થઈ ગઈ. આમ આરસીબી આ મેચ જીતી ગઈ. મેચ પૂરી થયા બાદ બંને ટીમોના ખેલાડીઓ હાથ મિલાવી રહ્યા હતા ત્યારે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરમાં કોઈ વાતને લઈને ઉગ્ર ચર્ચા થઈ. બંને ટીમના ખેલાડીઓએ ગંભીર અને કોહલીને એકબીજા પાસે જતા રોકવાની કોશિશ કરી પરંતુ સફળતા મળી નહીં. ગુસ્સે ભરાયેલા ગૌતમ ગંભીર આરસીબીના ખેલાડી વિરાટ કોહલી પાસે પહોંચ્યા અને બંનેમાં ઉગ્ર ચર્ચા થઈ હતી. 

વર્ષ 2013માં પણ થઈ હતી લડાઈ
આ અગાઉ વર્ષ 2013માં પણ આરસીબી અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ઝડપ થઈ હતી. કોહલી તે સમયે સુપરસ્ટાર બનવા તરફ હતો અને ગંભીર કેકેઆરના કેપ્ટન હતા. ગંભીર આજે પણ એટલા જ આક્રમક છે અને ટીવી વિશેષજ્ઞ પણ છે. આ ઉપરાંત લખનઉના મેન્ટોર છે. જ્યારે કોહલી આરસીબીની ધૂરી છે પરંતુ કાગળ પર ફાફ ડુપ્લેસી કેપ્ટન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news