MS Dhoni: શું આ સીઝન બાદ નિવૃત્ત થઈ જશે એમએસ ધોની? માહીએ આપ્યો ચોંકાવનારો જવાબ

MS Dhoni On His retirement: લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ આઈપીએલ મેચમાં ટોસ દરમિયાન પોતાની નિવૃત્તિ વિશે એમએસ ધોનીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 
 

MS Dhoni: શું આ સીઝન બાદ નિવૃત્ત થઈ જશે એમએસ ધોની? માહીએ આપ્યો ચોંકાવનારો જવાબ

લખનઉઃ MS Dhoni On His retirement rumours: ચેન્નઈ સુપર કિંગ્સના (Chennai Super Kings) કેપ્ટન એમએસ ધોની 7 જુલાઈના 42 વર્ષનો થઈ જશે. તેમ માનવામાં આવી રહ્યું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ- 2023 બાદ ધોની નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ રમાઈ રહેલી મેચ દરમિયાન ધોનીએ પોતાની નિવૃત્તિ વિશે એવો જવાબ આપ્યો જેણે ક્રિકેટ જગતમાં ધમાલ મચાવી દીધી છે. 

એમએસ ધોનીએ પોતાના નિવેદનથી મચાવી સનસની
મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની નિવૃત્તિ અંગે એક નિવેદન આપ્યું છે, જેનાથી ક્રિકેટ પ્રેમીઓ પણ વિચારમાં પડી ગયા છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે ધોની આગામી સીઝનમાં પણ રમશે. હકીકતમાં ટોસ દરમિયાન જ્યારે એમએસને પૂછવામાં આવ્યું કે ફેન્સ તમને ફેરવેલ આપી રહ્યાં છે, તમે તમારી છેલ્લી આઈપીએલ સીઝનને એન્જોય કરી રહ્યાં છો? આ સવાલ પર ધોનીએ જવાબ આપ્યો- આ તમે નિર્ણય કર્યો છે કે આ મારી છેલ્લી આઈપીએલ છે, મેં નહીં. ધોનીના આ જવાબ બાદ ફેન્સ માની રહ્યાં છે કે માહી આગામી સીઝનમાં પણ રમી શકે છે. 

હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે આપી હતી માહિતી
હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે એમએસ ધોનીના સંન્યાસને લઈને એક નિવેદન આપ્યું હતું. સ્ટીફન ફ્લેમિંગે એમએસ ધોનીની નિવૃત્તિ પર વાત કરતા કહ્યુ હતું- 41 વર્ષના ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સના ડ્રેસિંગ રૂમમાં નિવૃત્તિ વિશે કંઈ કહ્યું નથી. તેમણે પણ ધોનીની નિવૃત્તિના સમાચારને નકારી દીધા હતા. 

4 વખતની ચેમ્પિયન ટીમ છે ચેન્નઈ
આઈપીએલમાં ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે 4 વખત ટાઇટલ પોતાના નામે કર્યું છે. 2008થી ધોની ટીમની કમાન સંભાળી રહ્યો છે, ત્યારથી ચેન્નઈની કમાન તેના હાથમાં છે. ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સ 2010, 2011, 2018 અને 2021માં ચેમ્પિયન બની હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news