Women T20 World Cup: મેચ પહેલા જેમિમાહ કર્યો ડાન્સ, ICCએ શેર કર્યો વીડિયો

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 
 

Women T20 World Cup: મેચ પહેલા જેમિમાહ કર્યો ડાન્સ, ICCએ શેર કર્યો વીડિયો

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ટીમે આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ (ICC Women T20 World Cup)માં ગુરૂવારે ન્યૂઝીલેન્ડને ચાર રનથી હરાવ્યું હતું. આ સાથે તેણે ટૂર્નામેન્ટમાં જીતની હેટ્રિક બનાવી અને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભાકતીય ટીમ ટૂર્નામેન્ટમાં જે અંદાજમાં પ્રદર્શન કરી રહી છે, તેનું સૌથી મોટું કારણ આત્મવિશ્વાસ છે. આ વિશ્વાસ મેદાનની બહાર પણ જોવા મળે છે. ખેલાડી મેદાનની બહાર મસ્તી કરી રહ્યાં છે. આઈસીસીએ એક એવો વીડિયો શેર કર્યો છે, જેમાં જેમિમાહ રોડ્રિગ્સ (Jemimah Rodrigues) ડાન્સ અને મસ્તી કરતી જોવા મળી રહી છે. 

મુંબઈમાં જન્મેલી જેમિમાહ રોડ્રિગ્સ પોતાની રમતની સાથે મસ્તી કરવા માટે પણ જાણીતી છે. તેણે ઘણીવાર પોતાના ડાન્સ-ગીતનો વીડિયો શેર કર્યો છે. પરંતુ આ વખતે તેનો વીડિયો આઈસીસીએ શેર કર્યો છે. 19 વર્ષીય જેમિમાહ આ વીડિયોમાં એક સિક્યોરિટી ગાર્ડની સાથે ડાન્સ કરી રહી છે. 

IND vs NZ: રહાણેએ વધાર્યો ટીમ ઈન્ડિયાનો જુસ્સો, ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ પહેલા આપ્યો આ મંત્ર  

આઈસીસીએ વીડિયો શેર કરતા લખ્યું, 'હાં, જેમિમાહ રોડ્રિગ્સ. તે એક ઓફ ડ્યૂટી સિક્યોરિટી ગાર્ડની સાથે ડાન્સ કરી રહી છે.' આ વીડિયો સ્ટેડિયમનો લાગી રહ્યો છે, ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ પહેલા શેર કરવામાં આવ્યો હતો.

Busting moves with an off-duty security guard at the #T20WorldCup pic.twitter.com/ehUdGQc3QV

— ICC (@ICC) February 27, 2020

જેમિમાહ રોડ્રિગ્સ ટીમ ઈન્ડિયામાં ત્રીજા કે ચોથા ક્રમે બેટિંગ કરે છે. તે ભારતની એવી ખેલાડી છે, જે જરૂરીયાત પ્રમાણે રમી શકે છે. જેમિમાહ આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં (ICC Women T20 World Cup 2020) સારૂ પ્રદર્શન કરી રહી છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં છઠ્ઠા ક્રમે છે. તેણે ત્રણ મેચમાં 70 રન બનાવ્યા છે. ભારત તરફથી સૌથી વધુ રન શેફાલી વર્મા (114)એ બનાવ્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news